નવી દિલ્હી /હાથરસ: ઉત્તર પ્રદેશના હાથરસમાં સામુહિક દુષ્કર્મની પીડિતાનું દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં નિધન થયું હતું. યુવતી સાથે 14 સપ્ટેમ્બરના સામુહિક દુષ્કર્મ થયું હતું. સામુહિક દુષ્કર્મ બાદ યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતી સાથે તેના જ ગામના રેહવાસી 4 યુવકો દ્વારા સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
હાથરસ સામુહિક દુષ્કર્મ કેસની પીડિતાનો મૃતદેહ મોડી રાત્રે તેમના ગામમાં પહોંચ્યો હતો. ગામવાસીઓના વિરોધ વચ્ચે પ્રશાસને પીડિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. અંતિમ સંસ્કાર માટે પરિવારના કોઈ સભ્યો રાજી ન હતા. તેમ છતાં પોલીસે પીડિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. પીડિત પિતાનો આરોપ છે કે, તેમની પુત્રીના અંતિમ સંસ્કાર દરમિયાન તેમને ઘરમાં બંધ કરવામાં આવ્યા હતા.
હાથરસ સામુહિક દુષ્કર્મની પીડિતા પરિવારે તેમના અંતિમ સંસ્કાર રાત્રે ન કરવાની મદદ માગી હતી. પરંતુ પ્રશાસને પરિવારની ઇચ્છા વિરુદ્ધ પીડિતાના રાત્રે અંતિમ સંસ્કાર કર્યા હતા. પીડિતાના અંતિમ સંસ્કાર સમયે પોલીસે પરિવારના સભ્યો સહિત મીડિયાને રોકવામાં આવ્યા હતા.
પુત્રીના અંતિમ સંસ્કારમાં ન જવા દેવાથી પીડિત પિતા દુઃખી છે. પિતાએ જણાવ્યું કે, પોલીસે તેને ઘરમાં બંધ કર્યા હતા. તે તેમની પુત્રીના અંતિમ સંસ્કાર પણ ન કરી શક્યા, જેનો તેમને અફસોસ છે. તેમજ પીડિતાના પિતાએ કહ્યું કે, આજે છોકરીઓ સુરક્ષિત નથી.
આ સમગ્ર ઘટના બાબતે જોઇન્ટ મેજિસ્ટ્રેટ પ્રેમ પ્રકાશ મીણાએ જણાવ્યું હતું કે, પીડિતાના અંતિમ સંસ્કાર પરિવારના સભ્યોની મદદથી કરવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, અંતિમ સંસ્કાર દરમિયાન કોઈ પણ પરિવારનો સભ્ય હાજર ન હતો.પોલીસકર્મીઓએ જ અંતિમ સંસ્કાર કર્યા હતા.