ઉત્તરપ્રદેશ : હાથરસમાં બનેલી સામૂહિક દુષ્કર્મ મામલે એએમયૂની જવાહરલાલ નેહરુ મેડિકલ કૉલેજનો મેડિકલના લીગલ સર્ટિફિકેટ રિપોર્ટમાં દુષ્કર્મના સંકેત મળ્યા છે. જેને તપાસમાં દર્શાવવામાં આવી છે. મેડિકલ લીગલ સર્ટિફિકેટમાં યોનિમાં પેનિટ્રેશન હોવાની વાત કરવામાં આવી છે. સાથે એમ પણ કહેવામાં આવ્યું કે, પેનિટ્રેટિવ ઈન્ટર કોર્સની પુષ્ટિ ફૉરેન્સિક સાયન્સ લેબના રિપોર્ટ આવ્યા બાદ આપવામાં આવી શકે છે.
22 સપ્ટેમ્બરના મેડિકલ લીગલ કેસ રિપોર્ટનું યૂપી પોલીસે ખંડન કર્યું છે. જે ફૉરેન્સિક તપાસમાં દુષ્કર્મના કોઈ સબુત મળ્યા નથી. ઉત્તરપ્રદેશના એડીજી પ્રશાંત કુમારે કહ્યું કે, પીડિતાના સેમ્પલ્સમાં વીર્ય મળ્યું ન હતું.
જો કે આ ઘટના 14 સપ્ટેમ્બરના રોજ બની હતી અને તેનું પોસ્ટ મોર્ટમ 29 સપ્ટેમ્બરના રોજ થયું હતું.આ સિવાય પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યોનિમાં થયેલા ઘા વિશે પણ જણાવ્યું છે. ડો.હમઝા મલિકે જણાવ્યું કે 25 સપ્ટેમ્બરના રોજ ફોરેન્સિક સાયન્સ લેબ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે ઘટનાના 11 દિવસ પછીના છે. જ્યારે સરકારની ગાઇડલાઈન મુજબ 96 કલાકમાં સેમ્પલ લેવાનું કહેવામાં આવ્યું છે. તેથી ફોરેન્સિક સાયન્સ લેબનો રિપોર્ટ સંપૂર્ણ રીતે અધુરો છે. જેના પર વિશ્વાસ કરી શકાય નહીં. આ રિપોર્ટને આધાર બનાવી રાજ્ય સરકાર અને એડીજી લો એન્ડ ઓર્ડર દુષ્કર્મ ન થયાની વાત કરી રહ્યા છે.
હમઝા મલિકે જણાવ્યું હતું કે, 22 સપ્ટેમ્બરના રોજ, મેડિકલ પરીક્ષણ કરનારી ડોક્ટરે તેમના ઓપિનિયમાં સ્પષ્ટ કહ્યું છે કે, બળનો પ્રયોગ કર્યાના નિશાન મળ્યા છે અને પુષ્ટિ માટે ફોરેન્સિક સાયન્સ લેબનો રિપોર્ટ પણ જોઈ શકાય છે. ગાઈડલાઈન અનુસાર જ્યારે એફએસએલની રિપોર્ટ કાંઈ કામનો નથી. તો એમએલસીના પરીક્ષણની વાત અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવેલા સંકેતને માનવું પડશે.
તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર જેએન મેડિકલ કોલેજની પીડિતાના સંબંધમાં જે મેડિકો લીગલ પરિક્ષણ રિપોર્ટ વાઇરલ થઈ રહ્યો છે તેમની સત્તાવાર પુષ્ટિ કરી શકાતી નથી. ફોરેન્સિક વિભાગની વાયરલ કોપી દુષ્કર્મને નકારી રહી નથી.