અહીં ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4થી એપ્રિલ હોવાથી વહેલી સુનાવણી કરવામાં આવે તેવી રજૂઆત પણ હાર્દિક તરફથી કરવામાઆવી છે.
રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ પ્રમાણે કોઈ પણ વ્યકિતને બે વર્ષ કે તેથી વધુની સજા થાય છે, ત્યારે વિધાનસભા, રાજ્યસભા કે લોકસભા માટે ઉમેદવારી કરી શકે નહી. જોસુપ્રીમ કોર્ટ હાર્દિકની સજા પર સ્ટે મૂકે તો જ લોકસભાની ચૂંટણી લડી શકે તેમ છે. હાર્દિકની સજા પર સ્ટે મૂકવાની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અગામી દિવસોમાં તેના પર સુનાવણી કરવામાં આવશે.હાલ આ પીટીશન સુપ્રિમ કોર્ટની રજીસ્ટ્રીમાં નોંધાઈ ગઈ છે.
ગુજરાત હાઈકોર્ટે 29માર્ચના રોજ સજા પર સ્ટે મૂકવાની હાર્દિકની માંગ ફગાવી દીધી હતી. હાઈકોર્ટના જસ્ટીસ એ.જી .ઉરાઈઝીએ ચૂકાદામાં ઉલ્લેખ કર્યો હતો કે, હાર્દિકેકોર્ટને આપેલી બાંહેધરી બાદ પણ અનેકવાર ભડકાઉ ભાષણ આપ્યા છે અને તેની વિરૂધ 17થી વધુ FIR પણ નોંધવામાં આવી છે. જેથી કાયદો તોડનારા વ્યકિતને કાયદો ઘડનારા બનાવી શકાય નહીં તેવીસરકારની દલીલને માન્ય રાખીને હાઈકોર્ટે હાર્દિકની વિરૂધમાં ચૂકાદો આપ્યો હતો.
હાઈકોર્ટે આપેલા ચૂકાદા બાદ હાર્દિકે ટ્વીટકરી કોંગ્રેસ માટે પ્રચાર કરવાની જાહેરાત પણ કરી દીધી છે.