નવી દિલ્હીઃ ફાર્માસ્યુટિકલ્સના સેક્રેટરી તરીકે નિવૃત્ત થઈ રહેલા ગુજરાત કેડરના IAS પી.ડી. વાઘેલા હવે ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના અધ્યક્ષ તરીકે નવી જવાબદારી સંભાળશે. આમ, પી.ડી.વાઘેલાને નવી જવાબદારી સોંપાઈ છે. પી.ડી.વાઘેલા ટ્રાઇના અધ્યક્ષ બન્યા છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષ માટેનો રહેશે.
નોંધનીય છે કે, આ પહેલા પી. ડી. વાઘેલા કેન્દ્રીય કેમિકલ્સ અને ર્ફિટલાઇઝર્સ મંત્રાલયના ફાર્માસ્યૂટિકલ્સ વિભાગમાં સચિવ તરીકે નિયુક્ત થયા હતાં. વાઘેલા ગુજરાત રાજ્યના વેરા વિભાગમાં મુખ્ય કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. મૂળ વિરમગામ તાલુકાના ઉખલોડ ગામના વતની IAS અધિકારી પી.ડી. વાઘેલાને 12મા સિવિલ સર્વિસ ડેની ઉજવણી નિમિત્તે વિજ્ઞાન ભવન નવી દિલ્હીમાં સમગ્ર દેશમાં જીએસટી જાગૃતિ અંગેની શ્રેષ્ઠ કામગીરીને લઇ PM નરેન્દ્ર મોદીના હસ્તે પ્રધાનમંત્રી એવોર્ડથી નવાઝવામાં આવ્યા હતા. વિરમગામ, ઉખલોડ ગામ સહિત પરિવારનું સમાજનું ગૌરવ વધાર્યુ હતું.
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ને નવા અધ્યક્ષ મળ્યાં છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે ગુજરાત કેડરના IAS પી.ડી. વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે. અધ્યક્ષ તરીકે પી.ડી.વાઘેલાનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. ફાર્માસ્યુટિકલ્સ વિભાગમાં સચિવ તરીકે નિવૃત્ત થઈ રહેલા પી.ડી. વાઘેલા હવે ટ્રાઇના અધ્યક્ષ તરીકે નવી જવાબદારી સંભાળશે. તેમની નિમણૂક અંગેના આદેશમાં જણાવાયું છે કે, વાઘેલા ત્રણ વર્ષ સુધી ટ્રાઈના ચીફ તરીકે સેવા આપશે અથવા 65 વર્ષની વય સુધી આ પદ પર રહી શકે છે.
-
IAS Dr PD Vaghela, Secretary, Department of Pharmaceuticals appointed as Chairperson, Telecom Regulatory Authority of India (TRAI)
— ANI (@ANI) September 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">IAS Dr PD Vaghela, Secretary, Department of Pharmaceuticals appointed as Chairperson, Telecom Regulatory Authority of India (TRAI)
— ANI (@ANI) September 28, 2020IAS Dr PD Vaghela, Secretary, Department of Pharmaceuticals appointed as Chairperson, Telecom Regulatory Authority of India (TRAI)
— ANI (@ANI) September 28, 2020
મહત્વનું છે કે, 1986 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી પી.ડી. વાઘેલા આર.એસ.શર્માની જગ્યા લેશે. આર.એસ. શર્માની મુદ્દત 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે. શર્માને 2015માં આ પદ પર ત્રણ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, શર્માનો કાર્યકાળ ઓગસ્ટ 2018થી 30 સપ્ટેમ્બર 2020 સુધી વધારવામાં આવ્યો હતો. આ સમયે પી.ડી. વાઘેલાને 31 જુલાઈ, 2019ના રોજ ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. હવે તેમની જગ્યાએ ગુજરાત કેડરના 1988 બેચના IAS અધિકારી અપર્ણા આવશે. પી.ડી. વાઘેલા કેન્દ્ર સરકારના સશક્તિકૃત જૂથ-3ના અધ્યક્ષ પણ છે. આ જૂથની રચના કોવિડ-19 રોગચાળાના સંચાલન સંબંધિત ખાનગી ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય સંગઠનો વચ્ચે સહયોગની ખાતરી કરવા માટે કરવામાં આવી હતી.