નાણાપ્રધાનના જણાવ્યા અનુસાર જીએસટી કાઉન્સીલે દેશની આઝાદી પછી જોરદાર કામ કર્યું છે. જીએસટી કાઉન્સીલે અત્યારે જીએસટીના નિયમો અને સ્લેબને સરળ કરવાનું કામ કર્યું છે, ઉપરાંત જીએસટીના દાયરામાં વધુમાં વધુ વસ્તુઓને લાવવા માટે પણ મહત્ત્વનું પગલું ભર્યું છે.
આ કંઈ પહેલીવાર નથી બન્યું કે સરકાર તરફથી જીએસટી સ્લેબમાં ફેરફારનો સંકેત મળ્યો હોય, અગાઉ પણ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં તત્કાલિન નાણાપ્રધાન અરૂણ જેટલીએ પણ તેનો સંકેત આપ્યો હતો. તે વખતે તેમણે જીએસટીને 18 મહીને શિર્ષકવાળા બ્લોગમાં લખ્યું હતું કે, ભવિષ્યમાં રોડમેપ અનુસાર 12 ટકા અને 18 ટકા એમ બે સ્ટાનર્ન્ડડ રેટની જગ્યાએ એક સિંગલ સ્ટાર્ન્ડડ રેટ લાગુ કરવાની દિશામાં કામ કરી શકાય છે. નવો રેટ એ બન્ને રેટ 12 ટકા અને 18 ટકાની વચ્ચેનો હશે.