પટના: બિહારની રાજધાની પટનામાં લગ્ન સમારોહમાં કોરોના ચેપની એક ચેન બની ગઇ છે. જેને તોડવા માટે વહીવટીતંત્રએે ઘણા પ્રયત્નો કરવા પડશે. પાલીગંજમાં એક લગ્ન સમરોહમાં 100થી વધુ લોકો ભાગ લેવા માટે ગયા હતાં. 15 જૂને લગ્ન યોજાયા હતા અને લગ્નના બે દિવસ બાદ વરરાજાનું મોત થયું હતું. જો કે, મળતી માહિતી મુજબ લગ્ન સમારોહમાં હાજર રસોયો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.
આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે એક સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત 79 લોકો કોરોનાથી સંક્રમિત હતાં. આ પહેલા પણ 24થી વધુ લોકોને ચેપ લાગ્યો હતો. પટનાથી લગભગ 50 કિલોમીટર દૂર પાલીગંજના ડીહપાલી ગામનો રહેવાસી ગુરુગ્રામમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. તે પટના લગ્ન માટે 12 મેના રોજ તેમના ગામ ડીહપાલી આવ્યો હતો. તેણે 15 જૂનના રોજ લગ્ન કર્યાં હતાં, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. જે બાદ બે દિવસ પછી વરરાજાનું મોત નીપજ્યું હતું. જ્યારે આ બન્યું, ત્યારે વહીવટીતંત્રે લગ્નમાં હજાર તમામ લોકોના ટેસ્ટ માટે નમુના લેવાયા હતાં.
સોમવારે આ ચેપની સાંકળમાંથી એક સાથે 79 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યાં હતાં. આ લગ્ન સમારોહમાં સામેલ 369 લોકોની તપાસમાં 79 લોકોને ચેપ લાગ્યો હતો. જ્યારે 24 લોકોને પહેલા જ કોરોના ચેપ લાગ્યો હતો.