અધિકારીએ કહ્યું કે, જો જરૂરિયાત પડી તો કેન્દ્ર સરકાર ચાલુ વર્ષે રિઝર્વ બેંક પાસેથી 25-30 હજાર કરોડ રૂપિયા વચગાળાના ડિવિડન્ડની માગ કરી શકે છે. તેઓએ કહ્યું કે, આ વિશે જાન્યુઆરીના શરુઆતમાં આકારણી કરવામાં આવશે. સુત્રોએ જણાવ્યું કે, રિઝર્વ બેંકના ડિવિડન્ડ ઉપરાંત ડિસઇન્વેસ્ટમેન્ટને વધારો તથા રાષ્ટ્રીય લઘુ બચત ભંડોળના વધુ ઉપયોગ સહિત અન્ય સાઘન પણ છે.
નાણાકીય ખાદ્ય ઘટાડવા માટે સરકારે પહેલા પણ રિઝર્વ બેંક પાસેથી વચગાળાનો ડિવિડન્ડ લીધો છે. ગયા વર્ષે સરકારે રિઝર્વ બેંક પાસેથી 28 હજાર કરોડ રૂપિયાના વચગાળાના ડિવિડન્ડ લીધા હતાં. અગાઉ 2017-18માં આ રીતે 10 હજાર કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતાં.