કુમારાસ્વામીએ ટ્વીટ કરી કહ્યું કે, રાજ્યપાલે 12 જૂનેના રોજ રાજભવનમાં શપથ ગ્રહણ માટે 11.30નો સમય નક્કી કર્યો છે.
જો કે, મુખ્યપ્રધાને એવો કોઈ ઉલ્લેખ નહીં કર્યો કે, આ મંત્રીમંડળમાં કેટલા ધારાસભ્યો સામેલ થશે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો જાણવા મળ્યું છે કે, ખાલી પડેલી જગ્યા માટે ઓછામાં ઓછા ત્રણ ધારાસભ્યો શપથ લઈ શકે છે.
હાલ સરકારમાં ત્રણ મંત્રી પદ ખાલી પડ્યા છે જેમાં બે જદએસને અને એક કોંગ્રેસના એક ધારાસભ્યને મંત્રી બનવાનો મોકો મળશે.