ગૃહ મંત્રાલયના આદેશ બાદ જમ્મુ કાશ્મીર પ્રશાસને હુર્રિયત અને અલગાવવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂક, અબ્દુલ ગની બટ, બિલાલ લોન, ફઝલ હક કુરૈશી અને શબ્બીર શાહની આપવામાં આવેલી સુરક્ષા પાછી લઈ લીધી છે. સરકારના તરફથી મળનારી અન્ય સુરક્ષા પણ હવે તેમણે નહીં મળે.
તમને જણાવી દઈએ કે, આ નેતાઓની સુરક્ષા પાછળ મોટી રકમ ખર્ચ થાય છે. ફેબ્રુઆરીમાં રજૂ થયેલા એક અહેવાલ પ્રમાણે, છેલ્લા 10 વર્ષોમાં હુર્રિયત કોન્ફરન્સના નેતાઓ પર સરકાર લગભગ 11 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તત્કાલીન મુખ્યપ્રધાન મેહબુબા મુફ્તીએ પોતને કહ્યું હતું કે, 14 નેતાઓ પર 2008થી 2017ની વચ્ચે આ રકમ ખર્ચ કરવામાં આવી હતી.
10 વર્ષોમાં હુર્રિયત નેતાઓની સુરક્ષા પર કુલ 10.86 કરોડનો ખર્ચ થયા છે. ઘણા નેતાઓને 5 સિક્યોરિટી ગાર્ડ અને 4 પર્સનલ સિક્યોરિટી ઓફિસર મળ્યા હતા. મહેબુબાએ કહ્યું હતું કે, BJP સરકાર આવ્યા બાદ હુર્રિયત નેતા ઉમર ફારુખ પર 2015માં 34 લાખ રૂપિયા અને 2017માં 37 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, 2015થી 2017 સુધી પ્રોફેસર અબ્દુલ ગની બટની સિક્યોરિટી અને ટ્રાન્સપોર્ટેશન પર લગભગ 2.15 કરોડ રૂપિયા ખર્ચ થયા હતાં, જ્યારે ત્રણ વર્ષ માટે આગા સૈયદ હસન મૌલવી, મૌલવી અબ્બાસ અન્સારી અને બિલાલ ગની લોન પર એક એક કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.