બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક ગુંડાઓ એક વ્યક્તિને નિર્દયતાથી માર મારી રહ્યા છે. આ ઘટના રાજ્યના મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પા અને નાયબ મુખ્યપ્રધાન સી.એન. અશ્વથ નારાયણના ઘરની નજીક ડૉલર કોલોનીમાં બની હતી.
રાજ્યના મુખ્યપ્રધાન યેદિયુરપ્પા અને નાયબ મુખ્યપ્રધાનના ઘરની નજીક કેટલાક ગુંડાઓ અચાનક કોઈ વ્યક્તિને માર મારવાનું શરૂ કર્યું હતું. અહીં હાજર એક વ્યક્તિ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. જે પછી આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
મુખ્યપ્રધાનના ઘરની નજીક બનેલી આ ઘટનાને કારણે લોકોમાં ભયનો માહોલ છે, કારણ કે જો ગુંડાઓ મુખ્યપ્રધાનના ઘરની નજીક આવી ઘટનાને અંજામ આપી રહ્યા છે તો સામાન્ય લોકોનું શું થશે.
રાજ્યમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમાં રાજ્યના મોટાભાગના પોલીસ કર્મચારી વ્યસ્ત છે. આને કારણે વહીવટીતંત્ર પહેલાની જેમ શહેરમાં બનતી અન્ય ઘટનાઓ પર ધ્યાન આપી શકતુ નથી.
જો કે સંજય નગર પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.