નવી દિલ્હી: આલ્ફાબેટ અને ગુગલના CEO સુંદર પિચાઇએ GiveIndia નામની NGOને દાન પેટે 5 કરોડ રૂપિયા આપ્યા છે. ગિવ ઈન્ડિયાએ ટ્વીટ કર્યું કે, સંવેદનશીલ દૈનિક વેતન કામદાર પરિવારો માટે અત્યંત જરૂરી રોકડ સહાય પૂરી પાડવા માટે 5 કરોડનું દાન કરવા બદલ @sundarpichai અને @Googleorgનો આભાર.
દેશભરના સંવેદનશીલ પરિવારોને ટેકો આપવા માટે ગિવ ઇન્ડિયાએ અત્યાર સુધીમાં 12 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. પિચાઇએ ગયા મહિને જાહેરાત કરી હતી કે, વૈશ્વિક કોવિડ-19 રોગચાળા દરમિયાન કંપની નાના અને મધ્યમ ઉદ્યોગો(SMB), આરોગ્ય સંસ્થાઓ, સરકાર અને આરોગ્ય કર્મચારીઓને ટેકો આપવા માટે 800 મિલિયન ડોલર આપશે.
-
Thank you @sundarpichai for matching @Googleorg 's ₹5 crore grant to provide desperately needed cash assistance for vulnerable daily wage worker families. Please join our #COVID19 campaign: https://t.co/T9bDf1MXiv @atulsatija
— GiveIndia (@GiveIndia) April 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you @sundarpichai for matching @Googleorg 's ₹5 crore grant to provide desperately needed cash assistance for vulnerable daily wage worker families. Please join our #COVID19 campaign: https://t.co/T9bDf1MXiv @atulsatija
— GiveIndia (@GiveIndia) April 13, 2020Thank you @sundarpichai for matching @Googleorg 's ₹5 crore grant to provide desperately needed cash assistance for vulnerable daily wage worker families. Please join our #COVID19 campaign: https://t.co/T9bDf1MXiv @atulsatija
— GiveIndia (@GiveIndia) April 13, 2020
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ને મદદ કરવા માટે 250 મિલિયન ડોલરની જાહેરાતમાં વૈશ્વિક સ્તરે 100થી વધુ સરકારી એજન્સીઓ સામેલ છે કે, કેવી રીતે કોવિડ-19ના ફેલાવાને રોકવા અને સ્થાનિક સમુદાયોને મદદ કરવા માટે માહિતી પ્રદાન કરવામાં આવશે.
પિચાઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે નાણાકીય સંસ્થાઓ અને NGOને ખાસ કરીને રાહત ભંડોળ અને SMB માટેના અન્ય સંસાધનો પર જાહેર સેવાની જાહેરાતો ચલાવવા માટે 20 કરોડ ડોલરની જોગવાઈ કરીએ છીએ.
ગૂગલે $ 200 મિલિયનનું રોકાણ ભંડોળની જોગવાઈ કરી છે, જે નાના વેપારીઓને મૂડીની અછત પુરી પાડવા માટે વિશ્વભરની NGO અને નાણાકીય સંસ્થાઓને સહાય કરશે.