ગોંડા: ઉત્તરપ્રદેશના ગોંડામાં સોમવારે રાત્રે ત્રણ બહેનો પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો.જેમાં ત્રણેય બેહનો દાઝી ગઇ છે. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહીતી મુજબ આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે આ ત્રણેય બહેનો તેમના ઘરમાં સુઇ રહી હતી. જિલ્લાના પસકા ગામમાં સોમવારે રાત્રે એક પરિવારની ત્રણ દીકરીઓ પર એસિડ હુમલો કરવામાં આવ્યો હતો. એક યુવકે ઘરમાં આવીને મોટી પુત્રી પર હુમલો કર્યો હતો. જેના કારણે મોટી પુત્રી સહિત અન્ય બે પુત્રીઓ પણ દાઝી ગઈ હતી. ત્રણેયને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી પુછપરછ કરી રહી છે.
પરસપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પસકા ગામમાં રહેતા ગુરઇ પ્રસાદને ત્રણ પુત્રી છે. મોટી પુત્રી ખુશ્બુ (19), મધ્યમ પુત્રી કોમલ (07) અને નાની પુત્રી આંચલ (05) સોમવારે રાત્રે તેમના ઘરની આગાસી પર સૂઈ રહી હતી. ત્યારબાદ મોડી રાત્રે ગામનો એક યુવાન આગાસી પર આવ્યો અને મોટી પુત્રી ખુશ્બુ પર એસિડ ફેંકી દીધપ હતું. જેના કારણે તે દાઝી ગઈ હતી.
એસિડ એટેકને પગલે કોમલ અને આંચલ પણ દાઝી ગયા હતા. ત્રણેયને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશન પરસપુરના સબ ઈન્સ્પેક્ટર રામ આશિષ યાદવે જણાવ્યું હતું કે, તપાસ બાદ આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.