જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કેન્દ્રની મોદી સરકારે દાવો કર્યો હતો કે, આ સમિટના કારણે ત્યાં વિકાસને ઘણો વેગ મળશે. જેને લઈ જમ્મુ કાશ્મીરે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી હોય તેવું જણાઈ રહ્યું છે. તેથી આગામી 12થી 14 ઓક્ટોબર દરમિયાન અહીં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરાવાની યોજના છે.
જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ એન કે. ચૌધરીએ જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ મોટી માત્રામાં અહીં વિકાસના કાર્યો શરૂ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. જેને લઈ અનેક યોજનાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જોવા જઈએ તો આવી યોજનાઓ માટે લગભગ લગભગ 6 મહિનાનો સમય લાગી જતો હોય છે, પણ જમ્મુ કાશ્મીરે રાત દિવસ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવશે.
મુખ્ય સચિવે વધુમાં જણાવ્યું હતું કે, આ સમિટનું આયોજન શ્રીનગરમાં અને તેનું સમાપન જમ્મુમાં થશે. આ સમિટના આયોજન માટે અમારી પાસે ભલે ઓછો સમય હોય તેમ છતાં અમે તેને સફળ બનાવવા પૂરતા પ્રયાસો કરીશું. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, વ્યાપાર અને ઉદ્યોગ જગતની હસ્તીઓને આમંત્રણ આપવામાં આવશે.
જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, અહીં આ સમિટમાં 2 હજારથી પણ વધુ રોકાણકારો આમંત્રણ આપવાનું વિચાર્યું છે.
વધુમાં તેમણે જણાવતા ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, અહીં આ સમિટમાં 2000 થી પણ વધુ રોકાણકારોની ભાગીદારીથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અહીં CII જેવી અનેક સંસ્થાઓને પાર્ટનર બનાવવામાં આવી છે. આ માટે દેશભરમાં વિવિધ જગ્યાએ અનેક કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં અમદાવાદ, ચેન્નઈ, બેંગ્લુરૂ તથા મુંબઈમાં રોડ શો કરવામાં આવશે. આ માટે દિલ્હીમાં પણ એક મેગા રોડ શો યોજવામાં આવશે.