હૈદરાબાદ: કોરોના વાઈરસ મોટાભાગના લોકો માટે હળવા અથવા મધ્યમ લક્ષણોનું કારણ બને છે. વૃદ્ધ અને હાલની આરોગ્ય સમસ્યાઓવાળા લોકો માટે, તે વધુ ગંભીર બીમારી અથવા મૃત્યુનું કારણ બની શકે છે. વૈશ્વિક મહામારીમાં 68 લાખથી વધુ કેસની પુષ્ટિ થઈ છે, જ્યારે 3 લાખ 90 હજારથી વધુ લોકોના મોત થયા છે. ઉપરાંત અત્યાર સુધીમાં 33 લાખ 31 હજાર 959થી વધુ લોકો સ્વસ્થ થયા છે.
શુક્રવારે ફ્રાન્સમાં કોરોના દર્દીના કુલ આંક વધીને 29,111 પહોંચ્યો છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 46 મૃત્યુ નોંધાયા હતા. સૌથી સંક્રમિત દેશમાં બ્રાઝિલ બીજા ક્રમે છે. આ દેશમાં અત્યારસુધી 6,46,006 કરતાં વધુ કોરોના સંક્રમિત લોકો છે.