કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહનું કહેવું છે કે, મારા ફક્ત બે લક્ષ્ય છે. વિદર્ભમાં નાની નાની ગાયો જન્મે છે. જે એક લીટર દૂધ આપે છે. આવાનારા દિવસોમાં દેશની અંદર હવે જે પણ ગાયોના બછડા જન્મશે તો ગાય જ હશે. હવે મોબ લિંન્ચિંગનો પ્રશ્ન જ ઊભો નહીં થાય.
ગિરિરાજ સિંહે આગળ જણાવ્યું હતું કે, હવે કોઈ એવું કહેશે કે, ગાયની ફેક્ટરી કેવી રીતે થશે. તો સરોગેટ મધરની એમ્બ્રિયો ટ્રાન્સપ્લાંટ થશે. અમે ટેક્નોલોજીને વધું આગળ લઈ જઈ રહ્યા છીએ. જે ગાય ઓછું દૂધ આપે છે, અથવા તો 20 લીટર દૂધ આપે છે તેવી ગાયોનું અમે આઈવીએફ એમ્બ્રિયો એડવાંસ ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમાં ક્રાંતિ લાવીશું. અમે એવી ક્રાંતિ લાવીશું કે, આપણી દૂધની કિંમત દુનિયાના દૂધની કિંમત કરતા વધી જશે.