ETV Bharat / bharat

ગહેલોત સરકારે યોગી સરકારને 36 લાખનું બિલ મોકલ્યું - Yogi government

યોગી સરકાર અને કોંગ્રેસ વચ્ચે પરપ્રાંતિય મજૂરોને વતન પહોંચાડવા માટે વિવાદ થયો હતો. રાજસ્થાનની કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગેહલોત સરકારે યોગી સરકારને 36 લાખ રૂપિયાનું બિલ મોકલ્યું હતું.

ગહેલોત સરકારે યોગી સરકારને 36 લાખનું બિલ મોકલ્યું

author img

By

Published : May 22, 2020, 12:48 AM IST

લખનઉઃ યોગી સરકાર અને કોંગ્રેસ વચ્ચે પરપ્રાંતિય મજૂરોને ઘરે લઈ જવા માટે શરૂ થયેલા વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી. રાજસ્થાનની કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગેહલોત સરકારે યોગી સરકારને 36 લાખ રૂપિયાનું બિલ મોકલ્યું છે.

આ બિલ તે બસ માટે છે.જેમાં લોકોને યુપી બોર્ડર પર લાવવામાં આવ્યા હતા. ગેહલોત સરકારના પરિવહન નિગમ દ્વારા ઉત્તર પ્રદેશ માર્ગ પરિવહન નિગમને લખેલા પત્રમાં, બેંક ખાતાની વિગતો મોકલવાની સાથે વહેલી ચૂકવણી માટેની વિનંતી પણ કરવામાં આવી છે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકારને પત્ર લખ્યો હતો કે, ઉત્તર પ્રદેશમાં કામદારોને તેમના ઘરે લાવવા 1000 બસો લઇ આવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. આના પર યોગી સરકારે કોંગ્રેસને બસ વિશે પૂછ્યું, કોંગ્રેસની બસ ક્યાં છે? કોંગ્રેસે બસોની સૂચિ યોગી સરકારને આપી હતી. આ અંગે યોગી સરકાર વતી કહેવામાં આવ્યું કે ખાનગી બસોને બદલે કોંગ્રેસે રાજસ્થાન સરકારની બસો મોકલી છે. જો રાજસ્થાન સરકારની બસ મોકલવી હોય તો કોંગ્રેસને મહારાષ્ટ્ર અને પંજાબમાં મોકલવી જોઈએ, કામદારો ત્યાં ફસાયા છે.

આ સાથે જ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન ડો.દિનેશ શર્માએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગેહલોત સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે જ્યારે બાળકોને કોટાથી લાવવાના હતા ત્યારે ગેહલોત સરકાર બાળકો સુધી પહોંચી ન હતી. ત્યારે ઉત્તરપ્રદેશથી 630 બસો મોકલીને બાળકોને અહીં લાવવામાં આવ્યા હતા.

આ પછી એવું લાગી રહ્યું છે કે, કોંગ્રેસ અને યોગી સરકાર વચ્ચેનો ઝગડો અટકી ગયો છે, પરંતુ બીજા જ દિવસે જ રાજસ્થાનની ગેહલોત સરકારે પત્ર લખીને યોગી સરકાર પાસેથી ચૂકવણીની માંગ સાથે એક નવો અધ્યાય શરૂ કર્યો હતો.

ગેહલોત સરકારના પરિવહન નિગમ દ્વારા લખાયેલા પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, 17 એપ્રિલથી 19 એપ્રિલ સુધીમાં કોટામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉત્તર પ્રદેશના ઝાંસી સુધીની પરિવહન માટેની બસની વ્યવસ્થા કરીને પરિવહન સુવિધા આપવામાં આવી છે.

તારીખ મુજબની વિગતો મુજબ ચૂકવણી માટે 36 લાખ 36 હજાર 659 રૂપિયાની વિનંતી કરવામાં આવી હતી. વિગતો મોકલ્યા બાદ નિગમના ખાતામાં RTGS દ્વારા ચૂકવણી કરવાનું કહેવામાં આવ્યું હતું. તે હજુ સુધી ચૂકવવામાં આવ્યું નથી.

ઉપરોક્ત સુવિધા પ્રદાન કરવા માટે, ચૂકવવાપાત્ર કુલ રકમ કોઈ પણ વિલંબ કર્યા વિના RTGS દ્વારા નિગમના ખાતામાં થવી જોઈએ. પત્રમાં રાજસ્થાન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા ખાતાધારકનું નામ, એકાઉન્ટ નંબર, IFSC કોડ, બેંકનું નામ અને શાખા સહિતની સંપૂર્ણ વિગતો મોકલવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.