જયપુર: રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે પહેલ કરતા ગુર્જર સહિત પછાત વર્ગના ઉમેદવારોને રાજસ્થાન ન્યાયિક સેવામાં 5 ટકા અનામત આપવા રાજ્ય કેબિનેટના માધ્યમથી મંજૂરી મળી આપી છે. અતિ પછાત વર્ગના ઉમેદવારોને આ સુધારા દ્વારા રાજસ્થાન ન્યાયિક સેવામાં આરક્ષણ આપવાનો પ્રસ્તાવ છે.
ઉલ્લેખનીય છે કે, અતિ પછાત વર્ગના ઉમેદવારો લાંબા સમયથી ન્યાયિક સેવાના નિયમોમાં સુધારો કરવાની માંગ કરી રહ્યાં હતા. જેથી હવે રાજ્યની ન્યાયિક સેવામાં 1 ટકાને બદલે 5 ટકા આરક્ષણ મળી શકશે.
ગેહલોતની આ પહેલથી ગુર્જર, રાયકા, રેબારી, ગડિયા લોહર, બંજારા, ગડરિયા વગેરે પછાત વર્ગના ઉમેદવારોને રાજસ્થાન ન્યાયિક સેવામાં નિમણૂક કરવાની વધુ તકો મળશે.