હાવર્ડ વિશ્વવિદ્યાલયમાં રજૂ કરેલા પોતાના શોધ નિંબધમાં પૂર્વ સીઈએ કહ્યું કે, 2011 અને 12 દરમિયાન 2016 અને 17ની વચ્ચે વાસ્તવિક જીડીપીનો વૃદ્ધિ દર 4.5 ટકા હતો જેને 7 ટકા બતાવવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, અનેક પ્રકારના પૂરાવા આપ્યા બાદ 2011માં ટેકનોલોજીમાં આવેલા ફેરફારને કારણે જીડીપીના આંકડામાં વાસ્તવિકતાથી દૂર જઈ આંકડામાં વધારો કરી સામે લાવ્યા હતાં.
સુબ્રમણ્યમે સલાહ આપી હતી કે, નાણાકીય વર્ષ 2011-12 અને 2016-17ની વચ્ચે ભારતમાં જીડીપી દર લગભગ 2.5 ટકાની આસપાસ આંકવામાં આવ્યો હતો. આ એવો સમય હતો જ્યાં UPA અને NDA બંને સરકારને સાંકળી લીધો હતો.
દેશની આર્થિક વૃદ્ધિ માપવા માટે સરકારે એક નવો નિયમ લાગૂ કર્યો છે, જેને લીધે ગત UPA સરકાર દરમિયાન રહેલો વૃદ્ધિ દર 10.3 ટકાથી ઘટીને 8.5 ટકા થઈ ગયો હતો. જેને લઈ ઘણો વિવાદ પણ થયો હતો.