તેહરાન: ઈરાનના ઉત્તરી તેહરાનમાં મેડિકલ ક્લિનિકમાં ગેસ લિકેજ થવાને કારણે વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં 13 લોકોનાં મોત અને 6 લોકો ઘાયલ થયા છે. ક્લિનિકમાં વિસ્ફોટ એટલો ઝડપી થયો કે લોકોને ત્યાંથી ભાગી પણ ન શકયાં.
- ઈરાનની રાજધાની તેહરાનમાં મેડિકલ ક્લિનિકમાં વિસ્ફોટ
- વિસ્ફોટમાં 13 લોકોનાં મોત નીપજ્યાં, 6 લોકો ઘાયલ થયા
- વિસ્ફોટમાં 10 પુરુષો અને ત્રણ મહિલાઓના મોત નીપજ્યાં
મીડિયા રિપોર્ટ અનુસાર ગેસ લીક થયા પછી ક્લિનિકમાં વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ આગ લાાગી હતી. આસ-પાસના લોકો પોતાના ઘર છોડીને ભાગવા લાગ્યા હતાં. કેમ કે, ક્લિનિકમાં ઓક્સીજનનુ ગેસ ટેન્કર હોવાથી ફરી વિસ્ફોટ થવાની સંભાવના હતી.
એક અધિકારીએ જણાવ્યું કે, વિસ્ફોટમાં 10 પુરુષો અને 3 મહિલાઓના મોત નીપજ્યાં છે. જ્યારે આ વિસ્ફોટમાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ વિસ્ફોટ ગેસ લિકેજ થવાના કારણે થયા હોવાનુ જાણવા મળ્યું છે.