ઉત્તરાકાશી: ગંગોત્રી ધામના પૂજારીઓ કહે છે કે, કોરોનાનો ચેપ પર્વતોમાં પણ ફેલાઈ રહ્યો છે. ઉત્તરાખંડ સરકારે અન્ય રાજ્યોના ભક્તો માટે ચાર ધામ યાત્રાની મંજૂરી આપીને કોરોનાના જોખમમાં વધારો કર્યો છે. મંગળવારે ગંગોત્રી ધામ મંદિર સમિતિ અને પુરોહિત સમાજની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 29 જુલાઈથી ગંગોત્રીધામ બંધ કરવાની નોટિસ આપવામાં આવશે.
ગંગોત્રી ધામ મંદિર સમિતિના પ્રમુખ સુરેશ સેમવાલે જણાવ્યું કે, 29 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી ધામ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વાતની જાણકારી ડીએમને આપી દેવામાં આવી છે.