ઉતર પ્રદેશ: કોરોનાના કાળ વચ્ચે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. રાજ્યોની સરકારે લોકોને સાવચેતી અને કોરોના ગાઇડલાઇનના પાલન સાથે તહેવારની ઉજવણી કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
ઉતર પ્રદેશમાં રામ જન્મભૂમિ મંદિર કાર્યક્રમની તૈયારીઓ વચ્ચે યોગી સરકારે રક્ષાબંધનના તહેવાર પર મહિલાઓને ખાસ ભેટ આપી છે. સરકારે કોર્પોરેશનની દરેક બસમાં દરેક મહિલાઓને ફ્રી મુસાફરીની સુવિધા આપશે, તેમજ રક્ષાબંધનના દિવસે રાખડી અને મિઠાઈની દુકાનો ખુલી રહેશે.
લૉકડાઉનના નિયમો રવિવારે લાગુ રહેશે નહી તો સાથે લૉકડાઉનમાં બહાર પાડેલા દિશા-નિર્દેશોના નિયમોનું પાલન કરી ખરીદી કરવાની મંજુરી મળશે. યૂપીમાં કોરોના વાઈરસના વધી રહેલા સંક્રમણથી દર શનિવાર અને રવિવારના રોજ લૉકડાઉન કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ 2 ઓગસ્ટના રવિવારના દિવસે લોકોને લૉકડાઉનમાંથી રાહત આપવામાં આવી છે.
આ હેઠળ રવિવારની મધ્ય રાત્રી 12 વાગ્યાથી સોમવારની મધ્ય રાત્રિએ 12 વાગ્યા સુધી કોર્પોરેશનની દરેક બસમાં મહિલાઓને ફ્રી મુસાફરીની સુવિધા આપવામાં આવશે.