ETV Bharat / bharat

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા - કોરોના

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ છે. રાત્રે આઠ કલાકે ICUમાંથી સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી છે.

Manmohan singh
મનમોહન સિંહ
author img

By

Published : May 12, 2020, 2:25 PM IST

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્વાસ્થ્યને લઈને મોટા રાહત સમાચાર સામે આવ્યા છે. શ્વાસ લેવામાં તકલીફને ધ્યાનમાં લેતા તેમનો કોવિડ-19 સસ્પેક્ટ માનવામાં આવતા હતા. તેમને છાતીમાં દુખાવાની સાથે તેમના પરિવારના સભ્યોમાં પણ ઘણી ચિંતા હતી.

હાલ રાહતના સમાચાર છે કે, તેનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવી છે. સાંજે તેમના તમામ પરીક્ષણો પણ સામાન્ય આવ્યા છે. રાત્રે આઠ કલાકે ICUમાંથી સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેમને રજા આપવામાં આવી છે.

મનમોહન સિંહને શ્વાસને લગતી સમસ્યા છે. જે કારણે પરિવારના સભ્યોમાં ખૂબ ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો. મનમોહન સિંહ હૃદયના જૂના દર્દી છે. જેના કારણે તેના સ્વાસ્થ્ય વિશે વધુ ચિંતા હતી. કોરોના વાઈરસ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હવે બધું સામાન્ય થઈ ગયું છે. તેમને સીએન ટાવરના ખાનગી વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

ડૉ. નિતીશ નાયક તેમના સ્વાસ્થ્ય પર નજર રાખશે

મનમોહન સિંહના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નિતીશ નાયક પૂર્વ વડાપ્રધાનના સ્વાસ્થ્ય પર નજર રાખશે. તેમની છાતીમાં દુખાવાની સમસ્યા સંપૂર્ણ રીતે નિશ્ચિત થઈ નથી. અગાઉ પણ બે વાર તેમની કોરોનરી બાયપાસ સર્જરી થઈ ચુકી છે. તેથી તેમના હૃદયની તંદુરસ્તી પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.