નવી દિલ્હીઃ લોકડાઉન દરમિયાન લોકોને તેમના ઘરોમાં રહેવા માટેની અપીલ બદલ પાલી પોલીસ અધિક્ષક રાહુલ કોટોકીને ભારતના જાણીતા બોલર હરભજન સિંહ દ્વારા અભિનંદનનો સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હરભજન સિંહ, રાહુલ કોટોકીને મોટો ભાઈ માને છે. આ કટોકટીમાં કરવામાં આવી રહેલી મહેનત બદલ તેમને વંદન કરવામાં આવ્યાં છે. આ અંગે પાલી પોલીસ અધિક્ષક રાહુલ કોટોકીએ જવાબમાં હરભજન સિંહ આભાર માન્યો છે. તેમણે હરભજન સિંહને વચન આપ્યું છે કે, પાલીમાં વહેલી તકે ફેલાયેલી ઇમરજન્સીને કાબૂમાં લેવા તેઓ સમગ્ર પોલીસ દળનો સકારાત્મક ઉપયોગ કરશે.