ખનીજ માટે ખનન એ સભ્યતા જેટલું જ જૂનું છે. કેટલીક બહુ શરૂઆતનાં નોંધાયેલાં ખનન સ્થળો આપણને આફ્રિકામાં 43 હજાર વર્ષ પાછળ લઈ જાય છે. તેમણે પથ્થરનાં સાધનો અને હાથ વડે શરૂ કર્યું હતું અને તેમનામાં કુદરતની સાથે ઐક્ય સાધવાની ઊંડી સમજૂતી હતી. વિકાસ અને જીવન માટે ખનીજ ખોદવા તે જરૂરી છે અને તેમ છતાં તેઓ પૃથ્વી સાથે સંતુલન રાખીને કામ કરતા હતા જેના પરિણામે આપણે આ પ્રાચીન સ્થળોએ જઈ શકીએ છીએ અને તેને ઝેરી ઉજ્જડ જમીન તરીકે ચિહ્નિત કરી શકીએ છીએ.
આપણા પૂર્વજોની સરખામણીએ આપણે વિશાળ પૃથ્વી પર ફરતાં ખનીજ યંત્રો બનાવ્યાં જે શબ્દશઃ પર્વતોને ખાઈ જાય છે અને કેટલાક દિવસોની અંદર જ પર્વતોને ભૂગર્ભ સુધી ખોદી નાખે છે. આપણે ટેક્નોલોજીની રીતે પ્રગતિ કરી લીધી છે પરંતુ આધ્યાત્મિક રીતે અને પરિસ્થિતિકીય રીતે અનેક પગલાં પાછળ તરફ ભર્યાં છે. સર્વોચ્ચનો ચુકાદો આવકાર્ય છે કારણકે તેનાથી ભારતને પરિસ્થિતિ વિજ્ઞાન તરફ એક પગલું આગળ ભરવા અને પૃથ્વીનો ઘા ભરવામાં મદદ મળે છે.
પરંતુ અગત્યની વાત એ છે કે, ભારતમાં બોક્સાઇટથી લઈને કોલસા સુધી અનેક પ્રકારનાં ખનીજો છે અને જાડા ડંડાથી લઈને ખુલ્લા ખાડા સુધી, આપણે દરેક ખનીજ ઉદ્યોગ માટે એક પુસ્તિકા અથવા નમૂનો તૈયાર કરવાની જરૂર છે. અલગ-અલગ પ્રકારની પ્રક્રિયાઓ અગણિત ઝેરી અવશેષો છોડી જાય છે. જે જમીન અને પાણીના સ્રોતોનું ધોવાણ કરે છે. ઉપરની માટી (જે છોડો માટે આવશ્યક હોય છે) તે પહેલી શિકાર બને છે. કારણકે તે ખનનના કારણે ખવાઈ જાય છે અથવા ધોવાઈ જાય છે. પૃથ્વી પ્રત્યે સચેત ઘણા દેશોમાં ખનીજ કંપનીઓએ આ ઉપરની માટી બીજા સ્થળે સંગ્રહિત કરવી અને ખનીજ બહાર કઢાઈ જાય પછી તેને તે સ્થળ પર ફરી મૂકી દેવાનું અનિવાર્ય હોય છે. પરંતુ તેની પછી ચર્ચા કરીશું.
સામાન્ય રીતે ખનન પૂરું થાય પછી અસમતોલ સ્થળ થઈ જતું હોવાથી પુનઃ હરિયાળું કરવા માટે ખૂબ જ પ્રયાસો માગી લે છે. માટીમાં ઓછા અથવા કોઈ જૈવિક જમીનમાં કોઈ જૈવિક તત્ત્વો રહેતા નથી અને તે પોષણ વગરની (નાઈટ્રોજન, પોટેશિયમ વગેરે વગરની) બની જાય તેવા અન્ય પડકારો પણ આવે છે. બાકીની માટી પણ પાણી અથવા પોષક તત્ત્વો જાળવવાની લગભગ તમામ ક્ષમતા ગુમાવી દે છે. ભારે ધાતુ સાથે માટી દૂષિત પણ થઈ જાય છે અને તેમાં ખૂબ જ ઊંચું પીએચ સ્તર હોઈ શકે છે. જે સૂક્ષ્મ જીવાણુઓને મારી નાખે છે અને માટીને છોડના ઉછેર માટે અક્ષમ બનાવી દે છે. કોલસાની ખાણ માટે, ક્ષાર અને સોડિયમની વધારાની સમસ્યા છે, જે ફરી હરિયાળી કરવાની પ્રક્રિયામાં એક અડચણ છે.
આ મુદ્દાઓને મગજમાં રાખીને ફરી હરિયાળી કરવાનો સામાન્ય ચુકાદો ગમે તે બાજુએ જઈ શકે છે, કાં તો તે કુદરતી વનસ્પતિ જીવજંતુને પુનઃજીવિત કરી શકે છે, અથવા આક્રમક પ્રજાતિ, નવા ચરસ, બિનઉપજાઉ જમીનની નવી સમસ્યા સર્જી શકે છે. આથી પુનઃ હરિયાળી કરવા માટે જૈવવૈવિધ્ય આધારિત નમૂનાને પ્રોત્સાહિત કરવા એક ટેક્નિકલ નિષ્ણાતોની સમિતિ નિમવી જોઈએ. દરેક રાજ્ય અને દરેક પ્રકારની ખાણ પર વિગતવાર અહેવાલ આપવા ઉદ્યોગ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોએ સ્થાનિક વનસ્પતિનો અને સ્થાનિક પ્રથાઓનો અભ્યાસ કરવાની જરૂર છે. આ સમિતિમાં તે વિસ્તારના સ્થાનિક નિવાસીઓ અને મૂળ જનજાતિના લોકોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. જમીનને ફરીથી હરીભરી કરવા માટે આ દ્રષ્ટિકોણ કામ લાગશે.
સમિતિની મદદથી સર્વોચ્ચ ન્યાયાલયે પુનઃહરિયાળી કરવાના ભાગ રૂપે જે ત્યાંની ન હોય તેવી પ્રજાતિ અને બહારની પ્રજાતિના ઉપયોગને અનુમતિ બંધ કરવી જોઈએ. પુનઃસ્થાપનાની પ્રક્રિયા અલગ-અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કરી શકાય છે, તેથી ખનન કંપનીઓ માટે ખૂબ જ સ્પષ્ટ પરિસ્થિતિકીય વિજ્ઞાન અને જૈવવૈવિધ્ય લક્ષ્યાંકો નક્કી કરવાની જરૂર છે, જેમાં વન/વૃક્ષારોપણ દ્વારા ત્યાંની 50 ટકા જૈવવિવિધતાને પુનર્જીવિત કરવાનો સમાવેશ થાય છે. સૂચિત નમૂનો એ પણ સુનિશ્ચિત કરી શકે કે વધારાની 10 ટકા જમીન સ્થાનિક ખતરામાં મૂકાયેલી વૃક્ષોની પ્રજાતિઓને ઉછેરવા માટે અનામત રખાય. પુનઃસ્થાપનાના પ્રાથમિક તબક્કામાં સ્થાનિક છોડ અને ઘાસ અગત્યની ભૂમિકા ભજવી શકે છે. પહોળા પાંદડાંવાળાં વૃક્ષોને રોપવા જોઈએ કારણકે તેનાથી માટીમાં વધુ સજીવ દ્રવ્યો ઉમેરાશે. એકંદરે, વૃક્ષારોપણ આધારિત પુનઃસ્થાપનાના પ્રયાસોની વિસ્તારની માટી અને સૂક્ષ્મ આબોહવા પર હકારાત્મક અસર થશે.
ખનન કરતી કંપનીઓને પ્રાચીન ‘આંખના બદલે આંખ’ પ્રકારના કઠોર કાયદાને આધીન બનાવવી જોઈએ અને સ્થાનિક સમુદાયોને તેમણે ‘વન માટે વન’ અપાવું જોઈએ તો જ ન્યાય અપાયો ગણાશે. તેઓ આ લક્ષ્યો પ્રાપ્ત કરવા વનની વિવિધતા આધારિત પુન:સ્થાપના અથવા મિયાવાકી પદ્ધતિ જેવી વધુ લોકપ્રિય પદ્ધતિઓમાંથી તેમના વિસ્તારના આધારે પસંદગી કરી શકે છે. વૃક્ષારોપણ કૃષિ-પરિસ્થિતિવિજ્ઞાનની રીતે કરાવું જોઈએ જેથી જમીનમાં કોઈ ઝેરી તત્ત્વો ન ઉમેરાય. વૃક્ષારોપણ પશુ અને પંખીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરાવું જોઈએ જેથી ખોરાક અને ઔષધીય વૃક્ષોનો આ વિસ્તારને તમામ જીવો માટે આશ્રયલાયક બનાવવા અને સ્થાનિક સમુદાયને સંભવિત આજીવિકા આપવા ઉપયોગ કરી શકાય.
આ વનના પાયાઓ નિર્માણ કરવા માટે પહેલા તબક્કામાં મિશ્ર ઘાસ અને ફળદાર વૃક્ષથી ઘણાં સારાં પરિણામો મળશે. કુશ અને અન્ય સ્થાનિક વિવિધતાઓ જેવા ઘાસ દ્વારા હરિયાળી કરવાનું પણ આ ઝુંબેશના ભાગ રૂપે અપનાવવું જોઈએ. આ ક્રમના ભાગ રૂપે કંપનીઓએ પરિયોજના સાથે સંકળાયેલા જૈવવિવિધતા પ્રબંધક/પ્રાકૃતિક સંરક્ષણવાદી રાખવા જોઈએ અને પુનઃ હરિયાળી કરવાની યોજનાને ત્રાહિત પક્ષ દ્વારા સમર્થન હોવું જોઈએ. લક્ષ્યાંકોને પહોંચી વળવામાં નિષ્ફળતા માટે દંડના પેટા નિયમો કડક હોવા જોઈએ. પરંતુ કંપનીનું હિત પણ ધ્યાનમાં રાખતાં, કંપનીઓને તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) પ્રવૃત્તિના ભાગ રૂપે પુનઃ હરિયાળી કરવાને આંશિક રીતે ભંડોળ આપવાની છૂટ આપવી જોઈએ.
જમીનનું ધોવાણ એ માત્ર ભારત માટે તો મોટો મુદ્દો છે જ, પરંતુ આ વિસ્તારોની આસપાસ રહે છે તે સમુદાયો માટે વધુ મોટો મુદ્દો છે. તેમને નિવાસ અને આજીવિકા ગુમાવવાં પડે છે. સર્વોચ્ચ ન્યાયાલયનો આદેશ ખૂબ જ પ્રગતિશીલ છે. કારણકે. તે તેમનું પર્યાવરણ ફરીથી બનાવવાનું પહેલું પગલું હોઈ શકે છે અને તેનાથી વન ફરીથઈ મેળવીને તેમને ટકાવવાનાં સાધનો પણ સંભવત: આપી શકે છે. આ વિસ્તારો એક વાર પુનઃ સ્થાપિત થાય તો કદાચ લોકો ફરીથી વનો પર આશ્રિત બને.
આપણે આપણા વસુધૈવ કુટુંબકમ્ વિશે પણ વિચારવું જોઈએ. આપણી પ્રાણીઓ, વૃક્ષો અને વસુંધરા માતા પ્રત્યે જવાબદારી છે. આપણે શોષણની માનસિકતા ફગાવી દેવી પડશે અને આપણે પૃથ્વીને જે ઘા આપ્યા છે તે ભરવા પ્રામાણિક રીતે પ્રયાસ કરવો જોઈએ. અંતમાં માનવ જાત તો એ શિશુ છે જે વસુંધરાએ આપણને આપેલા દૂધ (સંસાધનો) પર નભે છે. ઘણા બધાએ તેને નિયંત્રિત કરવા અને તેને જીતવા પ્રયાસ કર્યો અને તે પણ ઉદાર છે કે આપણને આવું વિચારવા પણ દે છે. પરંતુ આપણે તેની ધીરજની કસોટી ન કરવી જોઈએ.
- ઈન્દ્ર શેખરસિંહ (લેખક પોલિસી એન્ડ આઉટરીચ ફોર ધ નેશનલ સીડ એસોસિએશન ઓફ ઈન્ડિયાના નિયામક છે.)