વાણિજ્ય વિભાગો ગુરુવારે જણાવ્યું હતું કે, "ઈ- સીગરેટ અને તેને સંબધિત વસ્તુ (જેવી કે, રીફિલ પૉડ અને ઈ-હુક્કા)ની આયાતને અટકાવવામાં આવી છે. આ ઇલેટ્રોનિક સીગરેટના ઉત્પાદન, આયત- નિકાસ, પરિવહન, ખરીદ, વેચાણ, સંગ્રહ અને જાહેરાતને રદ કરવાનો નિર્ણયનો અમલમાં લાવવમાં માટે પ્રોહિબિશન ઓર્ડિનન્સ 2019 જાહેર કરવામાં આવી છે."
વિદેશ વેપારના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, "ઇલેકટ્રોનિક સીગરેટ અથવા તેને સંબધિત કોઈ વસ્તુ જેવી કે,રિફિલ, પૉડસ, એટોમાઇજર્સ, કાર્ટેજ અને ઇલેટ્રોનિક નિકોટિન ડિલવરી વસ્તુ સહિત ઇ-હુક્કાની આયાતને બંધ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, 2018-19માં 9.12 કરોડ ડૉલરની સીગરેટની આયત કરાઈ હતી. ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલ-જુલાઈ દરમિયાન 5.8 કરોડની આયાત થઈ છે. સરકારે 7 દિવસ પહેલા જ ઈ-સીગરેટને અંગે ઠરાવ પસાર કર્યો છે. જે અંતર્ગત ઇ-સીગરેટનું ઉત્પાદન, આયત- નિકાસ, પરિવહન, ખરીદ, વેચાણ, સંગ્રહ અને જાહેરાત કરવી ગુનો ગણવામાં આવશે.
પહેલી વખત ગુનો કરનારને એક વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ , બીજી વખત ગુનો કરનારને 3 વર્ષની સજા અને 5 લાખ સુધીનો દંડ ફટાકરવામાં આવશે. તેમજ ઈ-સીગરેટનો સંગ્રહ કરનારને 6 મહિની કેદ અથવા 50 હજાર સુઘીનો દંડ ફટકારવામાં આવશે.