ETV Bharat / bharat

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલી વચ્ચે ફાયરિંગ, 5 નક્સલીઓ ઠાર

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં રવિવારના રોજ પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબારી થયો હતો. જેમાં 5 નક્સલવાદીઓ ઠાર થયાની માહિતી મળી છે. જ્યારે મૃતકોની આળખાણ હજી સુધી થઈ નથી.

author img

By

Published : Oct 19, 2020, 7:13 AM IST

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં 5 નક્સલવાદીઓ ઠાર

  • કમાન્ડોએ 5 નક્સલવાદીઓને ઠાર માર્યા
  • મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાની ઘટના
  • ગઢચિરોલી પોલીસનું મિશન ઓલ આઉટ

ગઢચિરોલીઃ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં રવિવારે સાંજે પોલીસ સાથે ગોળીબારીમાં ત્રણ મહિલા નક્સલી સાથે કુલ 5 નક્સલવાદીઓને ઠાર મારવામાં પોલીસને સફળતા મળી છે. ગઢચિરોલી પોલીસની વિશેષ સી-60 કમાન્ડોની ટુકડીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ગઢચિરોલી એસપીએ કહ્યું કે, ગોળીબારી કોસી-કિસનેલી જંગલમાં સાંજે 4 વાગ્યે થઇ હતી.

નક્સલવાદીઓએ ફાયરિંગ કર્યું

વધુમાં જણાવ્યું કે, ગઢચિરોલી પોલીસના સી-60 કમાન્ડોએ ધનોરા તાલુકાના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે નક્સલવાદીઓએ ફાયરિંગ કર્યું હતું. જોકે બાદમાં પોલીસે પણ વળતું ફાયરિંગ કર્યું હતું. જે બાદ નક્સલવાદીઓ જંગલમાં ભાગી ગયા હતા. પછી સર્ચ ઓપરેશનમાં ઘટના સ્થળેથી 5 નક્સલવાદીઓના મૃતદેહો મળી આવ્યા હતા. તેમની ઓળખાણ કરવામાં આવી રહી છે અને ગઢચિરોલી પોલીસે જંગલમાં નક્સલવાદીઓ વિરૂદ્ધ અભિયાન પુરજોશમાં ચલાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.