- વડાપ્રધાન મોદી દેશની સૌ પ્રથમ સી-પ્લેન સેવાનું કરશે ઉદ્ધાટન
- 31 ઓક્ટોબર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી સી-પ્લેનમાં બેસી અમદાવાદ આવશે
- અમદાવાદથી કેવડિયા વચ્ચે 220 કિમીના અંતરની રોજ 8 જેટલી ટ્રીપ લગાવાશે
ન્યૂઝ ડેસ્કઃ રાજ્યમાં 31 ઓક્ટોબરથી સી-પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી-પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની રહેશે. સોમવારે સી-પ્લેન ટેસ્ટિંગ માટે કેવડિયાથી અમદાવાદ આવી પહોંચ્યું છે. રવિવારે માલદીવ્સથી આ પ્લેન કોચી આવી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચી ઊતર્યું હતું. સી-પ્લેન ગોવાથી કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. અહીં આવ્યા બાદ સી-પ્લેનની ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી સી-પ્લેનમાં બેસી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આવશે.
સી પ્લેનની વિષેશતાઓ…
બે વિદેશી પાયલટ સાથે સાબરમતી નદીમાં સી-પ્લેનનું આગમન થઇ ગયું છે. આ સી-પ્લેન અમદાવાદથી દરરોજ કેવડિયાથી 8 ટ્રીપ લગાવશે. જેમાં 220 કિમીની યાત્રા માત્ર 45 મિનીટમાં પૂર્ણ કરશે. 6 માસ સુધી વિદેશી પાયલટ સી-પ્લેનના પાયલટને તાલીમ આપશે. આ સી-પ્લેનની ક્ષમતા 19 લોકોની છે. જો કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હાલ 14 લોકોને જ બેસાડવામાં આવશે, જેમાંથી 5 ક્રૂ મેમ્બર્સ હશે. એક વ્યક્તિની ટિકિટ 4,800 રૂપિયા રાખવામાં આવી છે. 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી સી-પ્લેનનું ઉદ્ઘાટન કરશે.
શું છે સી-પ્લેન અને વિશ્વમાં પહેલીવાર ક્યારે ઉડાન ભરી હતી?
પાણીમાં લેન્ડ તેમજ ટેક-ઑફ કરી શકે એ ઉપરાંત પાણીમાં તરી શકે એવા એરક્રાફ્ટને સી-પ્લેન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્લેનના અમુક ભાગોની બનાવટ બોટના ઢાંચા જેવા હોવાથી એને ફ્લાઇંગ બોટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વનું સૌથી પહેલું સી-પ્લેન વર્ષ 1911માં ઉડાડવામાં આવ્યું હતું અને પાણી પર પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગ્લેન એચ. કર્ટિસ નામના અમેરિકન ઇજનેરે આ પ્રકારનું પહેલું એરક્રાફ્ટ બનાવ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં સી-પ્લેનનો સારોએવો ઉપયોગ થયો હતો. યુદ્ધ પૂર્ણ થયા બાદ આ પ્લેનનો વ્યાપારી હેતુસર ઉપયોગ પણ થવા લાગ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં પણ આ પ્લેન કામ લાગ્યાં હતાં. જો કે, બીજા વિશ્વયુદ્ધ બાદ પણ સી-પ્લેનનો ઉપયોગ નાના પાયે જ થતો હતો.
કેવડિયા-સાબરમતી રિવરફ્રન્ટ વચ્ચે દિવસમાં 8 ટ્રીપ લગાવાશે
આ ઉડાન યોજના અંતર્ગત રીજનલ કનેકિટવિટી હેઠળ અત્યારસુધીમાં 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારી સી-પ્લેન સર્વિસનું ભાડું 4,800 રૂપિયા નક્કી કર્યું છે. આ ઉપરાંત રોજ 8 જેટલી ઉડાન ભરી શકાશે અને સી-પ્લેનમાં 2 પાઇલટ, 2 ઓન–બોર્ડ ક્રૂ-મેમ્બર્સ હશે. આ યોજનાથી કેવડિયા ખરા અર્થમાં આંતરરાષ્ટ્રીય ટૂરિસ્ટ સ્પોટ બનશે.
જાણો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ
30 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ
- બપોરે 3 કલાકે કેવડિયા હેલિપેડ પર આગમન
- પ્રથમ જંગલ સફારી પાર્કનું ઉદ્ધઘાટન કરાશે
- ફેરી બોટનું ઉદ્ધઘાટન
- ભારતભવન, એકતા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન, કેકટર્સ ગાર્ડન, એકતા નર્સરીનું પણ ઉદ્ઘાટન કરશે
- સાંજે 6 કલાક બાદ કેવડિયા ખાતે કરશે રોકાણ
31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ
- સવારે 7 કલાકે આરોગ્ય વનનું ઉદ્ઘાટન
- સવારે 7.30 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર સરદાર પટેલની ચરણ પૂજા
- સવારે 8 કલાકે રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી
- સવારે 8.45 કલાકે રાષ્ટ્ર જોગ સંદેશ
- સવારે 9 કલાક પછી IAS વર્ચ્યુઅલ સંવાદ
- સી પ્લેનનું ઉદ્ઘાટન કરી અમદાવાદ જવા રવાના થશે
ઉલ્લેખનીય છે કે, સી-પ્લેન પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેનું 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. આ તકની અમદાવાદીઓ રાહ જોઇને બેઠા હતા, જેની આતુરતાનો અંત 31 ઓક્ટોબરે આવશે. આ સાથે જ વડાપ્રધાન મોદીનું સ્વપ્ન પણ પૂર્ણ થવા જઇ રહ્યું છે.
આ પણ વાંચો…
ન્યૂઝ ડેસ્કઃ સી-પ્લેનથી વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રથમ કેટલીક ઝલકનો જોવા મળી રહી છે. સી-પ્લેન એક ગેમ ચેન્જર છે જે વિશ્વને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની નજીક લાવશે. મહત્વનું છે કે, 2 વિદેશી પાયલટ સાથે સાબરમતી નદીમાં સી-પ્લેનનું આગમન થઇ ગયું છે. આ સી-પ્લેન દરરોજ અમદાવાદથી કેવડિયા 8 ટ્રીપ લગાવશે. જેમાં તે 220 કિમીની યાત્રા માત્ર 45 મિનીટમાં પૂર્ણ કરશે. આ સાથે જ 6 માસ સુધી વિદેશી પાયલટ સી-પ્લેનના પાયલટને તાલીમ આપશે. આ સી-પ્લેનની ક્ષમતા 19 લોકોની છે. જો કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હાલ 14 લોકોને જ બેસાડવામાં આવશે.
અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડીયા કોલોની સુધી શરૂ થનારી સી-પ્લેન સર્વિસની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સી-પ્લેલના સંચાલન માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રોમ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં એરપોર્ટ જેવી તમામ સુવિધાઓ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાત આવશે કે નહીં તેને લઈને જાતજાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે અમદાવાદમાં આંબેડકર બ્રિજ અને જમાલપુર બ્રિજની વચ્ચે સી-પ્લેનની ઉડાનને લઈને તાડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આગામી 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી સી પ્લેનની પ્રથમ ફ્લાઇટનું ઉદ્ઘાટન કરી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. આ તમામ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ જે સાબરમતી નદી પરથી સી-પ્લેનમાં ઉડાન ભરશે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
અમદાવાદ : બે વિદેશી પાયલટ સાથે સાબરમતી નદીમાં સી-પ્લેનનું આગમન થઇ ગયું છે. આ સી-પ્લેન દરરોજ અમદાવાદથી કેવડિયા 8 ટ્રીપ લગાવશે જેમાં તે 220 કિમીની યાત્રા માત્ર 45 મિનીટમાં પૂર્ણ કરશે. 6 માસ સુધી વિદેશી પાયલટ સી-પ્લેનના પાયલટને તાલીમ આપશે. આ સી-પ્લેનની ક્ષમતા પ્રમાણે 19 લોકોની છે. જો કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હાલ 14 લોકોને જ બેસાડવામાં આવશે, જેમાંથી 5 ક્રુ મેમ્બર્સ હશે. એક વ્યક્તિની ટિકિટ 4,800 રૂપિયા રાખવામાં આવી છે. 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે.
ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે, જે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત ઘણું બધું કહી જાય છે. વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતિએ કેવડિયા કૉલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ રાષ્ટ્રીય એકતા યાત્રા નિમિત્તે જવાના છે. ત્યાં યોજાનારી પરેડમાં સ્વાભાવિક જ કોરોના મહામારીને જોતાં ખૂબ જ મર્યાદિત ઉપસ્થિતોની હાજરી હશે.