ETV Bharat / bharat

વંદે ભારત મિશનઃ અમેરિકામાં ફસાયેલા 225 ભારતીય નાગરિકો વતન પરત ફર્યા

લોકડાઉનમાં વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વંદે ભારત મિશન હેઠળ સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે. સોમવારે અમેરિકાના સૈન ફ્રાન્સિસ્કોથી 225 ભારતીયોને લઇને એર ઇન્ડિયાનું પહેલું વિમાન મુંબઇ એર પોર્ટ પહોંચ્યું હતું. વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

Etv Bharat, Gujarati News, Covid 19, Air India
First batch of 225 Indians stranded in US arrive in Mumbai
author img

By

Published : May 11, 2020, 10:08 AM IST

મુંબઇઃ કોરોના વાઇરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વંદે ભારત મિશન હેઠળ વતન પરત લાવવામાં આવી રહ્યા છે. આ મિશન હેઠળ 225 ભારતીયોને લઇને એર ઇન્ડિયાનું પહેલું વિમાન મુંબઇ એરપોર્ટ પહોંચ્યું છે. આ સ્પેશિયલ વિમાન અમેરિકાના સૈન ફ્રાન્સિસ્કોથી સોમવારે સવારે મુંબઇ પહોંચ્યું હતું. આ વાતની જાણકારી વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વીટ કરીને આપી હતી.

કોરોના વાઇરસથી સૌથી વધુ નુકસાન અમેરિકાને થયું છે. જેને ધ્યાને રાખીને ભારત ભારતીય નાગરિકોને ત્યાંથી પરત લાવવાનું કામ કરી રહી છે.

આ પહેલા વંદે ભારત મિશન હેઠળ રિયાદથી 139 અને ઉજ્બેકિસ્તાનથી 21 ભારતીય નાગરિકોને દિલ્હી લાવવામાં આવ્યા હતા. જેના પર વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે, ઉજ્બેકિસ્તાનથી આવેલું વિમાન ત્યાંના નાગરિકો તેમજ ભારતથી દવાઓેના સ્ટૉક તાશકંદ જશે.

જયશંકરે ટ્વીટ કરતાં લખ્યું કે, ઉજ્બેકિસ્તાનથી યૂજેડબી-3561 ફ્લાઇટથી 21 ભારતીય દિલ્હી પહોંચ્યા છે.

આ પહેલા કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે દુનિયાભરમાં લાગેલા યાત્રીઓના પ્રતિબંધને કારણે બ્રિટેનમાં ફસાયેલા 329 ભારતીય નાગરિકો એર ઇન્ડિયાના વિમાનથી શનિવારે મોડી રાત્રે અહીં પહોંચ્યા હતા.

વધુમાં જણાવીએ તો કોરોના વાઇરસ મહામારીને કારણે વિદેશોમાં ભારતીયો ફસાયેલા છે. આ તમામ વાતોને ધ્યાને રાખીને ભારતે વંદે ભારત મિશન હેઠળ અન્ય દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવામાં લાગી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.