ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેનની જાતિ અંગે વાંધાજનક નિવેદન આપવા બદલ કાર્યકારી મુખ્યપ્રધાન રઘુવર દાસ સામે FIR નોંધવામાં આવી છે.
આ અંગે ઝારખંડના જામતાડા પોલીસ અધિક્ષક અંશુમન કુમારે જણાવ્યું હતું કે, સોરેન દ્વારા 19 ડિસેમ્બરે નોંધાયેલી ફરિયાદના આધારે પેટા વિભાગીય પોલીસ અધિકારી અરવિંદ ઉપાધ્યાયે આ કેસમાં પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને ત્યારબાદ મિહિઝમ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.
SPના જણાવ્યા અનુસાર, સોરેને દાસ સામે દુમકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને જામતાડામાં એક ચૂંટણી સભામાં તેમની જાતિ અંગે વાંધાજનક નિવેદનો આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
સોરેને પત્રકારોને કહ્યું, 'તેમના શબ્દોથી મારી લાગણી અને આદરને ઠેસ પહોંચી છે. આદિવાસી પરિવારમાં જન્મ લેવો એ ગુનો છે?