આ અંગે નિર્મલા સીતારામને કહ્યું કે, ડેક્સ ઘટાડવાનો આધ્યાદેશ પાસ થઈ ગયો છે. નિર્મલા સીતારામનની આ ઘોષણા બાદ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. શેર બજારમાં સેન્સેક્સમાં 900 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 250 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સ 37 હજારની પાર કારોબાર કરતા જોવા મળ્યો હતો, તો નિફ્ટી 11 હજારના સ્તરને સ્પર્શ્યો હતો.
- સ્વદેશી કંપનીઓને આપી રાહત
- કંપનીઓને અન્ય કોઇ ટેક્સ ભરવો નહીં પડે
- ઇક્વિટી કેપિટલ ગેઇન પર સરચાર્જ હટાવાયો
- સરકારની જાહેરાત બાદ શેર માર્કેટમાં 1300 અંકનો ઉછાળો
- કોર્પોરેટ ટેક્સમાં થશે ઘટાડો
- મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે પણ ટેક્સ ઘટાડવામાં આવશે
- શેર બાયબેક પર 20 ટકા ટેક્સ લાગશે નહીં
- આ જાહેરાત બાદ સરકારને 1.45 લાખ કરોડનું નુકસાન