ETV Bharat / bharat

કોરોનાના સમયમાં દસ્તાવેજોની ઇ-નોંધણી માટે કોર્ટમાં અરજી દાખલ - દિલ્હીના સમાચાર

દિલ્હી હાઈકોર્ટે દિલ્હીમાં દસ્તાવેજોની ઈ-નોંધણીની માગણી કરતી અરજી પર કોઈ આદેશ આપવાનો ઈનકાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન. પટેલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે હવે આ અરજીની વધુ સુનાવણી કરવાની જરૂરી નથી.

દિલ્હી હાઇકોર્ટ
દિલ્હી હાઇકોર્ટ
author img

By

Published : Jul 23, 2020, 7:20 PM IST

નવી દિલ્હી: સુનાવણી દરમિયાન, દિલ્હી સરકાર વતી એડવોકેટ સત્યકામે કહ્યું કે, દસ્તાવેજોની નોંધણી માટે દિલ્હી ઓનલાઇન રજિસ્ટેરેશન ઇન્ફોર્મેશન સિસ્ટમ પહેલેથી જ છે. જેના દ્વારા દસ્તાવેજોની નોંધણી કરવામાં આવે છે. દિલ્હી સરકારે કહ્યું કે સંપૂર્ણ રીતે દસ્તાવેજોના ઓનલાઇન નોંધણીમાં કેટલીક સમસ્યાઓ છે.

અરજદાર વતી કાઉન્સેલર ગૌરવ બહલે કહ્યું કે, દિલ્હી સરકાર દસ્તાવેજોની ઓનલાઇન નોંધણીમાં માત્ર ત્રણ પગલા પાછળ છે. ત્યારે કોર્ટે કહ્યું કે, શું કોર્ટ તમામ નિર્ણયો લેશે... જો તેઓ તે કરવા તૈયાર છે વાંધો શું છે.આ કેસમાં અમે કઇ કરી નથી શકતા.કોર્ટે અરજદારને કહ્યું કે જો તમને સારો ખ્યાલ છે, તો તેના માટે મોટા માળખાકીય સુવિધાઓ અને અન્ય ફેરફારોની જરૂર પડશે. કોર્ટે દિલ્હી સરકારને અરજદારના સૂચનો પર વિચારણા કરવા નિર્દેશ આપ્યો.

2 જુલાઈએ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી હતી. પિટિશનમાં કોરોનાને કારણે સબ રજિસ્ટ્રાર કચેરીમાં બિનજરૂરી ભીડને પહોંચી વળવા દસ્તાવેજોની ઇ-નોંધણી કરવાની માગ કરવામાં આવી હતી.આ અરજી વકીલ ડીસી ટુટેજા દ્વારા કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાને કારણે દસ્તાવેજોની નોંધણીની પ્રક્રિયા અટકી ગઈ છે. તેનાથી પક્ષકારોને ઘણું નુકસાન થઈ રહ્યું છે. લોકો કોઈ કરાર અથવા અન્ય દસ્તાવેજોની નોંધાણી નથી કરાવી રહ્યા.અરજીમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં 22 સબ રજિસ્ટ્રાર કચેરીઓ છે જ્યાં સંપત્તિના દસ્તાવેજોની નોંધણી થાય છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરેરાશ દરરોજ ઓછામાં ઓછા ત્રણસો લોકો પોતાની સંપત્તિ નોંધાવવા માટે સબ રજિસ્ટ્રારની ઓફિસ આવે છે. દરેક મિલકત નોંધણીમાં ઓછામાં ઓછા બે પક્ષો અને બે સાક્ષીઓ હોય છે. જેના કારણે, સબ રજિસ્ટ્રારની કચેરીએ પહોંચનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. આટલી મોટી સંખ્યામાં લોકોના આગમનથી કોરોનાનો સંક્રમણ વધવાનો ખતરો વધુ હોય છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે દસ્તાવેજોની નોંધણી માટે પક્ષકારોની વર્ચુઅલ નોંધણી કરવાથી કોરોના ચેપ લાગવાનો જોખમ નથી હોતો. જો દસ્તાવેજોની નોંધણી ઇ-નોંધણી દ્વારા કરવામાં આવશે, તો સબ રજિસ્ટ્રાર કચેરીમાં લોકોની સંખ્યા ઓછી થઇ જશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.