નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે કાશ્મીર મુદ્દે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિજય ઠાકુર સિંહે ગુરુવારે કહ્યું કે, કાશ્મીર પ્રત્યેનું અમારૂં વલણ સ્પષ્ટ છે.
વિજય ઠાકુક સિંહે કહ્યું કે, ભારત અને પાકિસ્તાનનો દ્રિપક્ષીય મામલો છે. તેમણે કહ્યું કે, આ મામલાનું દ્વિપક્ષીય રીતે નિરાકરણ લાવવું જોઇએ. વાતચીત માટે એક માહોલ તૈયાર કરવો એ પાકિસ્તાનનું દાયિત્વ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્રારા કાશ્મીર મુદ્દાને ફરીથી ઉઠાવવા માટે વિદેશ મંત્રાલયે કહ્યું કે, કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થતા પર અમારી સ્થિતિ સ્પષ્ટ રહી છે. વિદેશ મંત્રાલયે વાતનું પુનરાવર્તન કરતા જણાવ્યું હતું કે, આ મામલે ત્રીજા કોઇ પણ પક્ષની ભૂમિકા નથી.