છત્તીસગઢ: પાકિસ્તાનથી નીકળેલું તીડનુ ઝુંડ મધ્ય પ્રદેશની સરહદથી થઇને કોરિયા જિલ્લામાં પહોંચ્યું છે. મળતી માહિતી મુજબ તીડનું ઝુંડ શનિવારની સાંજે છત્તીસગઢ પહોંચ્યું હતું. આટલી મોટી સંખ્યામાં તીડની સંખ્યા જોઈને ગ્રામલોકોએ આ અંગેની જાણકારી કૃષિ વિભાગને આપી છે. ગ્રામીણોનું કહેવું છે કે, જવારીટોલામાં સૌથી વધુ તીડ જોવા મળ્યા છે. ગ્રામીણોની ચિંતા વ્યાજબી છે. કારણ કે, આ તીડનું ઝુંડ મિનિટોમાં પાકને નષ્ટ કરી શકે છે.
ખેડૂતોએ આપી તીડ અંગે જાણકારી
કૃષિ વિભાગે તીડના ઝુંડ અને અન્ય સમસ્યાઓ માટે કન્ટ્રોલ રૂમ બનાવ્યા છે, જેમાં ગ્રામીણ કોઈ પણ પ્રકારની સમસ્યાની જાણકારી આપી શકે છે. અત્યારે જિલ્લાની સમગ્ર ટીમની નજર તીડ પર છે. જેથી કરીને તીડ ખેતીમાં નુકસાન ન પહોંચાડી શકે.