ઉલ્લેખનીય છે કે, હાલ સરળતાને લોકો ઝડપથી અપનાવી રહ્યા છે, ત્યારે સરળતા તેમજ સુરક્ષિતતાને ધ્યાન લઈને ફેસબુકે પણ નવા વિકલ્પ શોધ્યા છે. ફેસબુકે પૈસાની ભરપાઈ માટે 'ફેસબુક પે' બનાવવાની યોજના બનાવી છે.
જેમાં ફેસબુકે પૈસાની ચુકવણી માટે સરળ વિકલ્પની શરુઆત કરી છે. જેને કારણે ફેસબુકના મેસેન્જર, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પરથી સુરક્ષિત રીતે ચુકવણી કરી શકાય છે.
કંપનીના જણાવ્યા અનુસાર, તમે ફેસબુક અથવા તો મેસેન્જર પર ફક્ત થોડા સમય બાદ જ 'ફેસબુક પે' નો ઉપયોગ કરી શક્શો. આ માટે તમે પહેલા ફેસબુક એપ્લિકેશન અથવા વેબસાઇટ પરની સેટિંગ પર જાઓ અને પછી 'ફેસબુક પે' પર જાઓ અને પેમેન્ટની મેથડ જુઓ. આ પછી તમે આગામી પેમેન્ટ પર ફેસબુક પેનો ઉપયોગ કરી શકો છો.
વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર 'ફેસબુક પે' શરુ થતાં જ તમે તેને પ્રત્યેક એપ પર સીધા સેટ કરી શકો છો.