ETV Bharat / bharat

મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ: હવે પછી આગળ શું થશે...?

મુંબઈ: મહારાષ્ટ્રની રાજનીતિ હમણા ડામાડોળ સ્થિતીમાં આવી ગઈ છે. શિવસેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે, તે સીએમ પદને લઈ કોઈ સમાધાન નહીં કરે. પાર્ટીના તમામ ધારાસભ્યોને એક હોટલમાં શિફ્ટ કરી દીધા છે. બીજી બાજુ ભાજપનું પ્રતિનિધિમંડળ આજે રાજ્યપાલને મળવા પહોંચ્યું હતું, પણ તેમણે સરકાર બનાવવાનો કોઈ દાવો કર્યો નથી, ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થાય કે, રાજ્યપાલ પાસે હવે ક્યો વિકલ્પ રહેશે.

maharashtra politics tragedy
author img

By

Published : Nov 7, 2019, 7:47 PM IST

રાજ્ય વિધાનસભાના પૂર્વ સચિવ અનંત કલસેએ જણાવ્યું હતું કે, જો કોઈ પાર્ટી સરકાર બનાવવા માટે આગળ નહીં આવે તો, રાજ્યપાલ સરકાર બનાવવા માટે સૌથી મોટી પાર્ટીને આમંત્રિત કરશે. કલશેએ કહ્યું કે, જો પાર્ટી નવી સરકાર બનાવવામાં અસમર્થ રહે, તો રાજ્યપાલ અન્ય પાર્ટીને સરકાર બનાવવા માટે બોલાવી શકે છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, નવી વિધાનસભાના પ્રથમ સત્રનું આયોજન કરવાનો નિર્ણય નવી સરકારના પ્રથમ મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવે છે. સત્રનું આયોજન કરવું મંત્રીમંડળની જવાબદારી હોય છે. ચૂંટણી પંચે તો પરિણામ જાહેર કરી દીધા છે. હવે સંવૈધાનિક રસ્તે નવી વિધાનસભા અસ્તિત્વમાં આવશે.

maharashtra politics tragedy
હવે પછી આગળ શું

કલશેએ આગળ જણાવ્યું હતું કે, નવા મુખ્યપ્રધાન શપથ ગ્રહણ કરે, ત્યાં સુધી નવી વિધાનસભાનું સત્ર બોલાવી શકાય નહીં. નવી સરકારના ગઠન બાદ જ રાજ્યપાલ નવી વિધાનસભાનું સત્ર બોલાવી શકે. જેમાં તમામ નવા ધારાસભ્યો શપથ લેશે. સંવિધાનમાં કામચલાઉ સરકારની કોઈ જોગવાઈ નથી, પણ આવી ઘટનાઓ બની છે, કેન્દ્રમાં પણ.

આગળ કહ્યું કે, કામચલાઉ સરકારનો કાર્યકાળ શંકાસ્પદ વિષય છે. પણ નવી સરકારનું ગઠન ટૂંક સમયમાં જ કરવું જોઈએ.

મહારાષ્ટ્રના પૂર્વ એડવોકેટ જનરલ શ્રીહરી અનેયે કહ્યું હતું કે, આ જૂના જમાનાની વાત છે કે, કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે વિચારી શકતા હતાં. અનેક વિકલ્પો છે અને આવુ કરવા માટે પહેલા અમુક મહત્વના પગલા ભરવા પડે છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, કાયદામાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે, હાલની વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ નવી સરકારનું નિર્માણ 9 નવેમ્બર સુધીમાં થઈ જવું જોઈએ.

અહીં ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે મંત્રાલયોની વહેંચણી અને મુખ્યપ્રધાનના પદને લઈ ખેંચતાણ ચાલી રહી છે. ભાજપે અઢી-અઢી વર્ષના શાસનની શિવસેનાની ફોર્મ્યુલાને ફગાવી દીધી છે. જેને લઈ હજુ પણ રાજ્યમાં રાજકીય કોકડું ગૂંચવાયેલું છે.

Intro:Body:

મહારાષ્ટ્ર સત્તા સંઘર્ષ: હવે પછી આગળ શું થશે...? 

મુંબઈ: મહારાષ્ટ્રની રાજનીતિ હમણા ડામાડોળ સ્થિતીમાં આવી ગઈ છે. શિવસેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે, તે સીએમ પદને લઈ કોઈ સમાધાન નહીં કરે. પાર્ટીના તમામ ધારાસભ્યોને એક હોટલમાં શિફ્ટ કરી દીધા છે. બીજી બાજુ ભાજપનું પ્રતિનિધિમંડળ આજે રાજ્યપાલને મળવા પહોંચ્યું હતું, પણ તેમણે સરકાર બનાવવાનો કોઈ દાવો કર્યો નથી. ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થાય કે, રાજ્યપાલ પાસે હવે ક્યો વિકલ્પ રહેશે.

રાજ્ય વિધાનસભાના પૂર્વ સચિવ અનંત કલસેએ જણાવ્યું હતું કે, જો કોઈ પાર્ટી સરકાર બનાવવા માટે આગળ નહીં આવે તો, રાજ્યપાલ સરકાર બનાવવા માટે સૌથી મોટી પાર્ટીને આમંત્રિત કરશે. કલશેએ કહ્યું કે, જો પાર્ટી નવી સરકાર બનાવવામાં અસમર્થ રહે, તો રાજ્યપાલ અન્ય પાર્ટીને સરકાર બનાવવા માટે બોલાવી શકે છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, નવી વિધાનસભાના પ્રથમ સત્રનું આયોજન કરવાનો નિર્ણય નવી સરકારના પ્રથમ મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવે છે. સત્રનું આયોજન કરવું મંત્રીમંડળની જવાબદારી હોય છે. ચૂંટણી પંચે તો પરિણામ જાહેર કરી દીધા છે. હવે સંવૈધાનિક રસ્તે નવી વિધાનસભા અસ્તિત્વમાં આવશે.

કલશેએ આગળ જણાવ્યું હતું કે, નવા મુખ્યપ્રધાન શપથ ગ્રહણ કરે, ત્યાં સુધી નવી વિધાનસભાનું સત્ર બોલાવી શકાય નહીં. નવી સરકારના ગઠન બાદ જ રાજ્યપાલ નવી વિધાનસભાનું સત્ર બોલાવી શકે. જેમાં તમામ નવા ધારાસભ્યો શપથ લેશે. સંવિધાનમાં કામચલાઉ સરકારની કોઈ જોગવાઈ નથી, પણ આવી ઘટનાઓ બની છે, કેન્દ્રમાં પણ.

આગળ કહ્યું કે, કામચલાઉ સરકારનો કાર્યકાળ શંકાસ્પદ વિષય છે. પણ નવી સરકારનું ગઠન ટૂંક સમયમાં જ કરવું જોઈએ.

મહારાષ્ટ્રના પૂર્વ એડવોકેટ જનરલ શ્રીહરી અનેયે કહ્યું હતું કે, આ જૂના જમાનાની વાત છે કે, કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે વિચારી શકતા હતા. અનેક વિકલ્પો છે અને આવુ કરવા માટે પહેલા અમુક મહત્વના પગલા ભરવા પડે છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, કાયદામાં ક્યાંય પણ એવો ઉલ્લેખ નથી કે, હાલની વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ નવી સરકારનું નિર્માણ 9 નવેમ્બર સુધીમાં થઈ જવું જોઈએ.

અહીં ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે મંત્રાલયોની વહેંચણી અને મુખ્યપ્રધાનના પદને લઈ ખેંચતાણ ચાલી રહી છે. ભાજપે અઢી-અઢી વર્ષના શાસનની શિવસેનાની ફોર્મ્યુલાને ફગાવી દીધી છે. જેને લઈ હજુ પણ રાજ્યમાં રાજકીય કોકડું ગૂંચવાયેલું છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.