આઈએએનએસ, સીવૉટર, એબીપી એક્ઝિટ પોલ રાજ્યના 81 વિધાનસભા મતવિસ્તારોમાં 38,000 મતદારોનું સર્વે કરાયું છે. એક્ઝિટ પોલમાં ઝારખંડનાં તમામ તબક્કાના મતદાનનો સમાવેશ કરાયો છે.
એક્ઝિટ પોલ મુજબ ભારતીય જનતા પાર્ટીને 28થી 36 બેઠકો મળે તેવી સંભાવના છે. જે 2014ની સરખામણીમાં 37 બેઠકો ઓછી છે.
સીવૉટર, આઈએએનએસ, એબીપી
BJP | 32 |
JMM, CONGRESS, RJD | 35 |
ASJU | 05 |
JVM | 02 |
OTHER | 07 |
વિપક્ષી ઝારખંડ મુક્તિ મોર્ચા , કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળના ગઠબંધનને 31થી 39 બેઠકો મળી શકે છે. જો આ પરિસ્થિતિનું નિર્માણ થાય તો સરકાર બનાવવામાં એએસજેયુ અને જેવીએમ જેવા પ્રાદેશિક પક્ષોની ભુમિકા મહત્વપૂર્ણ રહેશે.
સીવૉટરના યશવંત દેશમુખએ આઈએએનએસ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, જો ભાજપને 30 કરતાં ઓછી બેઠકો મળશે તો ભાજપને સરકાર બનાવવામાં તકલીફ ઉભી થશે. કારણ કે, ભાજપને તેમની જ પાર્ટીના પૂર્વ નેતા અને મુખ્યમંત્રી બાબૂલાલ મરાંડી તેમજ સુદેશ મહતોનું સમર્થન મળે તેની શક્યતા નહિવત્ છે.
ઈન્ડિયા ટૂડે, એક્સિસ માય ઈન્ડિયા
BJP | 22-32 |
JMM, CONGRESS, RJD | 38-50 |
ASJU | 03-05 |
JVM | 02-04 |
OTHER | 04-07 |
રાજકીય પંડિતોનું માનવું છે કે, આદિવાસી ચહેરો ન હોવાથી ભાજપને નુકસાન થઈ શકે છે. આદિવાસી વિસ્તારોમાં જે પ્રમાણે મતદાન થયુ છે તે ઉપરથી આ શક્યતા દેખાઈ રહી છે.
આ ઉપરાંત વિધાનસભા ચૂંટણીઓમાં મોદી મેજીકની અસર દેખાતી નથી. કારણ કે, આ વર્ષે વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને લોકસભા ચૂંટણી જેવા મત મળ્યા નથી.
ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતૃત્વવાળા ગઠબંધનના નેતા હેમંત સોરેનએ કોંગ્રેસની જેમ રાષ્ટ્રીય મુદ્દાઓ ઉછાળવાના મુદ્દે પાયાના સ્થાનિક મુદ્દાઓ પર જોર આપી અસરકારક ચૂંટણી પ્રચાર કર્યો છે. તેમણે સ્થાનિક મુદ્દાઓને મહત્વ આપી ભાજપના રાષ્ટ્રીય મુદ્દાઓને હાવી થવા દીધા નથી. જેના કારણે મુસ્લિમ અને ઈસાઈ સમુદાયના મત તેમને મળ્યા છે.