નોઈડા સેક્ટર 33માં શિલ્પોત્સવ કાર્યક્રમમાં અનાજ દળવાની ઘંટી સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. જેનું નામ એક્સરસાઈઝિંગ આટા ચક્કી મશીન છે. આ મશીનની ખાસિયત છે કે, ગ્રાહક કસરત કરતા - કરતા અનાજ દળી શકે છે. ખૂબ સરળ રીતે ગ્રાહક તેનો ઉપયોગ કરી શકે છે અને લોટની ગુણવત્તા પણ જળવાઈ રહે છે. આમ, લોકો પોતાનું સ્વાસ્થ્ય જાળવવાની સાથે-સાથે કામ પણ કરી શકે છે. આ ગ્રેટર મશીન નોઈડાના ડૉ.અમિત મિશ્રાએ બનાવ્યું છે.
આ અંગે વાત કરતા ASY ઘંટીનું માર્કેટીંગ કરતા મેનેજર અવિનાશ મિશ્રાએ જણાવ્યું હતું કે, "20થી 22 મિનિટમાં એક્સરસાઈઝ કરવાનથી 1 કિલો લોટ તૈયાર થાય છે. જેનાથી લગભગ 300 કેલેરી બર્ન થાય છે. મહત્વની વાત એ છે કે, આ મશીન ચલાવવા માટે વીજળીની જરૂર પડતી નથી."
- સ્પીડો મીટર આપશે નવીન માહિતી
આ મશીન પર ખાસ પ્રકારનું સ્પીડો મીટર લગાવવામાં આવ્યું છે. જે કિલોમીટર અને કેટલી કેલરી બર્ન થઈ છે. તેની જાણકારી આપે છે. એક્સરસાઈઝિંગ મશીનમાં ઘઉં, જુવાર, બાજરી અને મકાઈ સહિત અનેક પ્રકારના મસાલા દળી શકાય છે. જેને તમે અમેઝોનમાંથી ઓનલાઈન પર ખરીદી શકો છો.
- શિલ્પ ઉત્સવમાં ખરીદી કરવાથી મળશે છૂટ
એમેઝોન પર લોટ દળવાની ઘંટી કિંમત 18 હજાર અને શીપીંગ ચાર્જ અલગથી છે. ત્યારે નોઈડા સેક્ટર 33ના શિલ્પ ઉત્સવમાં ઘંટી બુક કરાવવાથી તે જ ઘંટી રૂપિયા16 હજારમાં ખરીદી શકાય છે. આમ, લોટ દળવાથી અનોખી ઘંટી લોકોના આકર્ષણનું કેન્દ્ર રહે છે.