જયપુરઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરી એમ બે દિવસ ભારતના પ્રવાસે છે. તેમના સ્વાગત માટે દિલ્હી અને અમદાવાદમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારની મહેમાન નવાજી માટે ખાસ ક્રોકરી તૈયાર કરવામાં આવી છે. ગોલ્ડ અને સિલ્વર પ્લેટેડ ક્રોકરી જયપુરના અરૂણ પાબૂવાલ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારવે સોના અને ચાંદીના વાસણમાં ભોજન પીરસવામાં આવશે. તેમના ભોજન માટે ખાસે સોના ચાંદીની ડીશ, વાટકા અને ગ્લાસ તૈયાર કરવામાં આવ્યાં છે. જે વાસણમાં તેમને ભોજન પીરસવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે દિલ્હીમાં ટ્રમ્પના રોકાણ દરમિયાન આ ક્રોકરીનો ઉપયોગ કરવામાં આવશે.
અરૂણ પાબૂવાલે જણાવ્યું કે, આ ખાસ ક્રોકરીમાં ટ્રમ્પ અને તેમનો પરિવાર બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર કરશે. જેમાં ટી-કપ સેટથી લઇને ડ્રાયફ્રૂટ રાખવાની કટલરી પણ સામેલ છે. જેની સાથે ગોલ્ડ પ્લેટેડ નેપકિન સેટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ સેટને ટ્રમ્પ કલેક્શન નામ આપવામાં આવ્યું છે.
વર્ષ 2010 અને 2015માં જ્યારે ઓબામા ભારતના પ્રવાસે આવ્યાં હતાં, ત્યારે તેમના માટે પણ આવી ક્રોકરી બનાવવામાં આવી હતી, પણ આ જવાબદારી અરૂણ પાબૂવાલેને સોંપવામાં આવી હતી.