ETV Bharat / bharat

ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલર હમજા કોયાનું કોવીડ-19ને કારણે મોત

author img

By

Published : Jun 6, 2020, 5:00 PM IST

ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલર હમજા કોયાને કોવિડ-19 ના લક્ષણ જણાતા 26 મેના રોજ મલ્લપુરમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો બાદમાં શનિવારના રોજ તેનુ મૃત્યુ થયુ હતું.

ભૂતપૂર્વ ભારતના ફૂટબોલર હમજા કોયાનું કોવીડ -19 ને કારણે થયુ નિધન

કોઝિકોડ: ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલર હમજા કોયાનું કોવિડ -19ને કારણે મલ્લપુરમની એક હોસ્પિટલમાં નિધન થયું હતું.

તેમણે સંતોષ ટ્રોફીમાં ભારતીય ટીમની સાથે મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કેરલમાં કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત નીપજ્યાં છે.

61 વર્ષીય હમજા મુંબઈની વિવિધ ક્લબમાં રમ્યો હતો. તે 21 મેના રોજ પરિવાર સાથે મુંબઇથી પરત આવ્યો હતો.

કોવિડ-19 લક્ષણ જણાતા બાદ હમજાને 26 મેના રોજ મલ્લપુરમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બે દિવસ પછી, તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તે પછી તેને વેન્ટિલેટર રાખવામાં આવ્યો હતો, પરંતુ શનિવારે સવારે તેનું મોત નીપજ્યું હતું.

હમજાના પરિવારના 5 સભ્યો પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. તેઓની પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર છે.

મલ્લપુરમ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર સકીનાએ જણાવ્યું હતું કે, હમસા કોયાની પત્ની અને પુત્રને પહેલા કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે, હમજા કોયાને તમામ સારવાર આપવામાં આવી હતી. છતા તેમને અંતિમ શ્વાસ લીધા હતા.

ડો.સકીનાએ કહ્યું, "તેમની પત્ની અને પુત્રને પહેલા ચેપ લાગ્યો હતો." જે બાદ હમસા કોયા પણ સંક્રમિત મળી આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તેમના પુત્રની પત્ની અને તેના બે બાળકો પણ પોઝિટિવ આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.