ETV Bharat / bharat

દુષ્ટ હાથ, કોરોનાને સાથ..!

આપણા હાથ આપણા દુશ્મન હોય તો? કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી ભયની માનસિકતામાં આવી સ્થિતિ ઊભી થવા લાગી છે. કોરોનાના દર્દી ખાંસી ખાય કે છીંક ખાય ત્યારે છાંટા ઊડે છે અને તેની સાથે ચેપ પણ ફેલાય છે. તે છાંટા સીધા આપણને ઊડે તો પણ ચેપ લાગે અને છાંટા નીચે કોઈ વસ્તુ કે સપાટી પર પડી ગયા હોય ત્યાં વાઇરસ રહી જાય. બાદમાં તે વસ્તુ કે સપાટીને આપણો હાથ અડે ત્યારે હાથમાં વાઇરસ ચોંટી જાય. ટેવવશ આપણે હાથથી ચહેરાને સ્પર્શ્યા કરતા હોઈએ છીએ એટલે હાથથી મોઢા અને નાકમાં વાઇરસ ઘૂસી શકે છે.

ો
દુષ્ટ હાથ, કોરોનાને સાથ !
author img

By

Published : Apr 26, 2020, 9:28 PM IST

તેથી જ નિષ્ણાતો કહે છે કે વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા જોઈએ. એટલું જ નહિ હાથથી ચહેરાને સ્પર્શવાનું શક્ય એટલું ટાળવું જોઈએ. તેમ કરવું જોકે શક્ય હોતું નથી. અજાણતા જ આપણો હાથ નાક કે મોઢાને અડી જતો હોય છે. અભ્યાસ અનુસાર આપણે એક કલાકમાં સરેરાશ 23 વાર ચહેરાને હાથ અડાડતા હોઈએ છીએ.

આ ટેવને કેમ કાબૂમાં રાખવી?

આપણે ક્યારે અને કઈ રીતે ચહેરાને હાથ અડાડીએ છીએ તે સમજી લેવું જોઈએ. બીજાનું નિરીક્ષણ કરીને આ વાત આપણે જાણી શકીએ છીએ. ઘણા લોકો કંટાળે ત્યારે બંને હાથની હથેળીમાં મોઢું ટકાવતા હોય છે. વિચારમાં ચડી જાય ત્યારે પણ હાથના ટેકે માથું હોય છે. લોકો દુખી હોય ત્યારે પોતાના કપાળે હાથ ફેરવતા હોય છે. કોઈક ચિંતાજનક બાબત વિચારતા હોય ત્યારે લોકો પોતાના નખ કરવા લાગતા હોય છે. આવું બધું જ આપણે પણ અજાણ્યે કરતાં હોઈએ છીએ. જો આ ટેવની ખબર પડે તો આપણે તેને ટાળી શકીએ.

હાથ ધુવો તે સુગંધિત સાબુથી ધુઓ અથવા બાદમાં તેના પર સુંગધિત લોશન કે અત્તર લગાવો. તેના કારણે હાથ ચહેરાની નજીક આવશે કે તરત આપણને સુગંધ આવશે. સુગંધ આવે એટલે તરત હાથને ચહેરાથી હટાવી લેવાનો.

બહાર જઈને ત્યારે ચહેરા પર માસ્ક લગાવી દેવો જોઈએ, જેથી નાક અને મોઢું ઢંકાઈ જાય અને સાથે જ આપણો હાથ ચહેરાને અડી જાય ત્યારે રક્ષણ મળે.

બીજું કંઈ નહી તો હાથમાં સ્ટ્રેસ બોલ પકડીને રાખો. ફિટજેટ સ્પીનર, રબ્બર બેન્ડ વગેરે હાથમાં રાખવાથી પણ ચહેરા સુધી તે જશે નહિ.

ટેબલની સામે બેઠા હો ત્યારે તેના પર તમારા હાથ મૂકશો નહિ. તમારા હાથને તમારા ખોળામાં કે પડખામાં રાખો.

ટીશ્યૂ પેપર કે હાથરૂમાલ સાથે રાખવો પણ સલાહભર્યું છે. આંખ, નાક કે મોઢું લુછવા માટે તે ઉપયોગી રહેશે.

જોકે તમે કેટલી કાળજી લેશો, સાવચેત રહેશો તો પણ ચહેરાને અડક્યા વિના ચાલતું જ નથી. તેથી બીજાથી દૂર રહો, વારંવાર તમારા હાથ ધોઈ નાખો તે જ વધારે સારું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.