ETV Bharat / bharat

પીએમ મોદી સિવાય દરેકને ભારતીય સૈન્ય પર વિશ્વાસ: રાહુલ ગાંધી - ભારત- ચીના વચ્ચે સરહદ વિવાદ

ચીન સાથે પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા તણાવને લઇને રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, પીએમ મોદી સિવાય દરેકને ભારતીય સૈન્ય પર પૂરો વિશ્વાસ છે.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી
author img

By

Published : Aug 16, 2020, 3:10 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ભારત-ચીન સરહદ વિવાદને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા વિવાદને લઈને રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ રવિવારે ફરી એકવાર ટ્વિટ કરીને ચીન સાથે પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા તણાવ અંગે જણાવ્યું હતું. ટ્વિટમાં રાહુલ ગાંધીએ લખ્યું કે, "દેશના દરેક નાગરિકને ભારતીય સૈન્યની ક્ષમતા અને બહાદુરી પર વિશ્વાસ છે, સિવાય કે વડા પ્રધાન... જેમની કાયરતાએ ચીનને આપણી જમીન લેવાની છૂટ આપી. જેમના જૂઠ્ઠાણાથી એ સુનિશ્ચિત થઈ ગયું કે, ચીન તેનો કબજો જાળવી રાખશે."

  • GOI is scared to face up to Chinese intentions in Ladakh.

    Evidence on the ground indicates that China is preparing and positioning itself.

    PM’s personal lack of courage and the media’s silence will result in India paying a huge price.

    — Rahul Gandhi (@RahulGandhi) August 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા વિવાદ અંગે રાહુલ ગાંધીએ એક ટ્વિટ કર્યું હતું જેમાં તેણે લખ્યું કે, 'ભારત સરકાર લદ્દાખમાં ચીનના ઇરાદાઓનો સામનો કરવામાં ડરી રહી છે'.

રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું કે, "જમીન પરના પુરાવા સૂચવે છે કે ચીન પોતાને તૈયાર કરી રહ્યું છે. વડા પ્રધાનની વ્યક્તિગત હિંમત અને મીડિયાના મૌનના અભાવની ભારે કિંમત ભારતે ચૂકવવી પડશે."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.