ઈંગ્લેંડમાં મંગળવારે આઈસીસી વિશ્વકપ-2019માં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાયેલી મેચમાં અફગાનિસ્તાનને 150 રને હરાવ્યું છે. ઈંગ્લેંડે અફગાનિસ્તાન સામે 398 રનનો લક્ષ્ય આપ્યો હતો. સામે અફગાનિસ્તાન 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ફક્ત 247 રન બનાવી શકી.
ઈંગ્લેંડના કેપ્ટન ઈયોન મૉર્ગનના 148, જો રૂટે 88 અને બેયરસ્ટોના 90 રનોના કારણે 50 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 397 રન બનાવ્યા હતા. આ સ્કોર વિશ્વ કપનો સૌથી વધુ સ્કોર છે.
મૉર્ગને 72 બોલમાં ચાર ચોકા અને 17 છક્કા માર્યા અને વનડે કપમાં સૌથી વધુ છક્કા મારવાનો રેકૉર્ડ પોતાને નામ કર્યો. બેયરસ્ટોએ 99 બોલમાં આઠ ચોક્કા અને ત્રણ છક્કા માર્યા. રુટે 81 બોલમાં પાંચ ચોક્કા અને એક છક્કો માર્યો.
જવાબમાં અફગાનિસ્તાનની ટીમમાં હસમાતુલ્લાહ શાહિદીએ સૌથી વધુ રન કર્યા. તેણે 100 બોલમાં પાંચ ચોક્કા અને બે છક્કાની મદદથી 76 રન બનાવ્યા. જ્યારે રહમત શાહ 46, અસગર અફગાને 44 અને કેપ્ટન ગુલનદીન નૈબે 37 રન બનાવ્યા હતા. પરંતુ અફગાનિસ્તાનની ટીમ 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ફક્ત 247 રન બનાવી શકી.