ETV Bharat / bharat

એન્જિનિયર્સ ડે : એમ. વિશ્વેસ્વરૈયાના જન્મદિવસને ઉજવાય છે એન્જિનિયર્સ ડે - એન્જિનિયર્સ ડે

દર વર્ષની ચોથી માર્ચને યુનેસ્કો તરફથી વિશ્વ ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત તરફથી ઇજનેર દિન દેશના અનોખા પ્રતિભાશાળી એન્જિનિયર એમ. વિશ્વેસ્વરૈયાની સ્મૃતિમાં તેમના જન્મદિન 15 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.

એન્જિનિયર
એન્જિનિયર
author img

By

Published : Sep 15, 2020, 7:39 PM IST

ન્યૂઝ ડેસ્ક: “વિજ્ઞાનીઓ દુનિયા જેવી છે તેનો અભ્યાસ કરે છે; ઇજનેરો ન હોય તેવી દુનિયા બનાવે છે.” દર વર્ષની ચોથી માર્ચને યુનેસ્કો તરફથી વિશ્વ ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત તરફથી ઇજનેર દિન દેશના અનોખા પ્રતિભાશાળી એન્જિનિયર એમ. વિશ્વેસ્વરૈયાની સ્મૃતિમાં તેમના જન્મદિન 15 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.

સાયન્સ અને ટેક્નોલૉજીના દરેક ક્ષેત્ર સાથે જોડાયેલી એન્જનિયર્સની સિદ્ધિઓના ગૌરવ તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે. ઇજનેરોએ દેશની આર્થિક પ્રગતિ અને વિકાસમાં આગવું પ્રદાન આપેલું છે.

આધુનિક યુગમાં ઇજનેરી કૌશલ્યની અનિવાર્યતા આ દિવસ કારણને સ્પષ્ટ બને છે. આપણા જીવનને સરળ, સુગમ અને સુંદર બનાવવામાં ઇજનેરી કૌશલ્યનો કેટલો ફાળો છે તેનો સંદેશ પણ આ દિવસે આપણને મળે છે.

મોક્ષગુંદમ વિશ્વેસ્વરૈયા

મોક્ષગુંદમ વિશ્વેસ્વરૈયાએ ઇજનેરી ક્ષેત્રે આપેલા પ્રદાનને યાદ કરવા તેમના જન્મદિન 15 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય ઇજનેર દિન તરીકે ઉજવવામાં આવે છે.

તેમનો જન્મ 15 સપ્ટેમ્બર, 1861ના રોજ કર્ણાટકના મુદ્દનહલ્લી ગામમાં થયો હતો.

ભારત રત્ન પુરસ્કાર પ્રાપ્ત કરનારા વિશ્વેસ્વરૈયાએ મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી હતી, પણ તેમણે આગળ જતા પૂણેની સાયન્સ કૉલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું હતું.

તેમણે પૂણે નજીક આવેલા ખડકવાસલા સરોવરમાં પૂરના પાણીનો સંગ્રહ કરવા માટે ફ્લડગેટ્સ લગાવ્યા હતા. આ દરવાજા સાથેની સિંચાઈ પદ્ધતિને કારણે વધુમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકતો હતો. તેમના દરવાજાની ડિઝાઇનને પેટન્ટ આપવામાં આવ્યા હતા.

બાદમાં આવા દરવાજા ગ્વાલિયરના તિગ્રા ડેમમાં અને મૈસુરુના કૃષ્ણરાજા સાગર ડેમમાં પણ લગાવાયા હતા. મૈસુરુના આ ડેમમાં દરવાજા સાથે વિશાળ સરોવર રચાયું તે એશિયામાં તે વખતનું સૌથી મોટું સરોવર બન્યું હતું.

કિંગ જ્યોર્જ પંચમે તેમને બ્રિટિશ ઇન્ડિયન એમ્પાયરના સર તરીકેનો ખિતાબ 1915માં આપ્યો હતો.

આપોઆપ કામ કરતાં સ્લૂઇસ ગેટની રચના તેમણે કરી તેનો ઉપયોગ તિગ્રા અને કૃષ્ણરાજા ડેમમાં થયો હતો અને તેની રોયલ્ટી તેમને મળે તેમ હતી. તેમણે આ રકમ ના લીધી, જેથી તે રકમનો ઉપયોગ સરકાર વિકાસના પ્રોજેક્ટ માટે કરી શકે.

હૈદરાબાદમાં તેમણે પૂરના પાણીને રોકવા માટેની સિસ્ટમ બનાવી હતી, જેના કારણે તેમની નામના થઈ ગઈ હતી.

મૈસુરુ રાજ્યમાં 1908માં તેમને દીવાન બનાવાયા હતા અને બધા જ વિકાસ કાર્યક્રમોની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. તેઓ દીવાન હતા તે દરમિયાન મૈસુરુનો કૃષિ, સિંચાઇ, ઉદ્યોગો, શિક્ષણ, બેન્કિંગ અને વાણિજ્યમાં ભારે પ્રગતિ થઈ હતી.

1955માં તેમને ભારત રત્નનો ખિતાબ અપાયો હતો અને લંડન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિવિલ એન્જિનિયર્સમાં તેમને સભ્ય બનાવાયા હતા. તેમને બેંગાલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સની ફેલોશીપ પણ મળી હતી. આવા ઉત્તમ એન્જિનિયર મોક્ષગુંદમ વિશ્વેસ્વરૈયાનું 1962માં અવસાન થયું હતું.

COVID-19 મહામારીમાં એન્જિનિયરિંગ

કોરોના સંકટ વચ્ચે ઇજનરો અને વિજ્ઞાનીઓ, કંપનીઓ તથા સંસ્થાઓ રોગચાળાનો સામનો કરવા માટેના પ્રયાસમાં લાગી ગયા છે.

સૌ પ્રથમ પડકાર ઝડપથી હોસ્પિટલ અને સારવાર કેન્દ્રો ઊભા કરવાની હતી. તેમાં તબીબી સ્ટાફને PPE આપવા જરૂરી હતી, જેની અછત હતી. હિન્દુસ્તાન એરોસ્પેસ, ભારતીય રેલવે, ભારતીય સેનાની પોતાની હોસ્પિટલો છે, તેમાં સૌ પ્રથમ Covid-19 દર્દીઓ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.

ભારતીય રેલવેના વર્કશોપના ઇજનરોએ 5,000 જેટલા એર કન્ડિશન્ડ સ્લીપર કોચમાં ફેરફાર કરીને તેને આઈસીયુ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવા બનાવ્યા હતા.

ઘણી બધી કંપનીઓ અને સંશોધકોએ હોસ્પિટલમાં જરૂરી ઉપકરણોના તાત્કાલિક ઉત્પાદન માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા. તેમાં PPE, તેના માટેની જેલ, UV સેનિટાઇઝર્સસ, બેગ રેસ્પિરેટર્સ, કામચલાઉ વેન્ટિલેટર્સથી માંડીને તદ્દન નવા વેન્ટિલેટર્સ વગેરેનો સમાવેશ થાય છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ડૉ. પવન ગોએન્કાએ પરવડે તેના રેસ્પિરેટરનો પ્રોજેક્ટ ઉપાડી લીધો હતો, જ્યારે રતન તાતાની આગેવાની હેઠળના તાતા જૂથે PPE અને ટેસ્ટ કિટ્સ માટે 20 કરોડ ડૉલરનું દાન આપ્યું હતું. સાથે જ તાતા મોટર્સે હોસ્પિટલને સેનેટાઇઝ કરવા માટેનો રોબો તૈયાર કરી આપ્યો. બાયોટૅક કંપનીઓએ ટેસ્ટ કિટ્સ તૈયાર કરી.

મિનલ દાખવે ભોંસલે નામના વાઇરોલૉજિસ્ટે તદ્દન નવેસરથી ટેસ્ટ કિટ શોધી કાઢી હતી. મજાની વાત છે કે તેમની શોધને મંજૂરી મળી તેના એક કલાક પછી તેમણે દીકરીને જન્મ આપ્યો હતો.

આવી કેટલીય શોધો અને ઉપકરણો આ સમયગાળા દરમિયાન ભારતના ઇજનેરોએ તૈયાર કરી લીધા હતા. કેટલાક વિશે ટૂંકમાં જોઈએઃ

ઑટોમેટિક માસ્ક મશીનઃ ભારતમાં N-95 માસ્કની શરૂઆતમાં અછત હતી. તે બનાવવા માટેના મશીનો ચીનથી આયાત કરવા પડે તેમ હતા. કાલિકટની સંસ્થાઓ NIT અને IIMના નિષ્ણાતોએ તથા બેંગાલુરુની એક સ્ટાર્ટ-અપ કંપનીએ દેશમાં જ આવા મશીનો બનાવી કાઢ્યા.

રુહદાર, પરવડે તેવા રેસ્પિરેટરઃ ઇસ્લામિક યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલૉજીના ડિઝાઇન ઇન્નોવેશન સેન્ટરના એન્જિનિયરો તથા IIT Bombayના વિદ્યાર્થીઓએ સાથે મળીને લૉકોસ્ટ વેન્ટિલેટર બનાવ્યા હતા. માત્ર 15000માં તૈયાર થયેલા વેન્ટિલેટરની ચકાસણી થઈ રહી છે.

વેન્ટિલેટર્સઃ બેંગાલુરુની રેવા યુનિવર્સિટીના સંશોધકો પણ ‘જીવ સેતુ’ નામે વેન્ટિલેટર્સ તૈયાર કર્યું હતું. IIT - Hyderabadના ડિરેક્ટર પ્રોફેસર બી. એસ. મૂર્તિએ બેગ વેન્ટિલેટર્સની ભલામણ કરી હતી, જ્યારે ગુજરાત સહિત અન્યત્ર પણ આ રીતે વેન્ટિલેટર્સ તૈયાર થયા હતા.

નૌકા દાળના લૉકોસ્ટ PPE: નૌકા દળના એક ડૉક્ટરે ઓછા ખર્ચે PPE કિટ તૈયાર કરી હતી, જેને નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે મળીને પેટન્ટ પણ આપવામાં આવી છે.

સલામત ટેસ્ટિંગ: મુંબઈ મહાપાલિકાએ સલામતી સાથે દર્દીઓના સ્વેબના નમૂના લઈને ટેસ્ટિંગ થઈ શકે તે માટે ફોન બૂથ બનાવ્યા હતા.

ટ્રેકિંગ એપઃ IIT Bombayના વિદ્યાર્થીઓએ ‘Corontine’ નામની એપ તૈયાર કરી, જેથી ક્વૉરેન્ટાઇન થયેલા લોકોનું ટ્રેકિંગ કરી શકાય.

જાગૃતિ માટેના વીડિયોઃ લોકોને ચે સામે સાવચેતી માટે જાગૃત કરવા માટે IIT -Kharagpurના વિદ્યાર્થીઓએ ભારતની 12 ભાષાઓમાં માહિતી માટેનો વીડિયો તૈયાર કર્યો હતા.

હર્બલ તથા અન્ય સેનિટાઇઝર્સઃ IIT - Roorkeeના વિદ્યાર્થીઓએ 150 લિટરથી વધુ હર્બલ હેન્ડ સેનિટાઝર તૈયાર કર્યું હતું. નિયમિત હાથ ધોવાથી અને સેનિટાઇઝર્સના ઉપયોગથી ચેપને કાબૂમાં રાખી શકાય છે તેને ધ્યાનમાં લઈને ઘણી જગ્યાએ તે માટેના પ્રયાસો થયા.

સસ્તી ટેસ્ટ કિટઃ ટેસ્ટ કિટ સૌથી અગત્યની હતી અને તે માટે IIT - Delhiના સંશોધકોએ ઓછી ખર્ચાળ કિટ શોધી હતી. કુસુમા સ્કૂલ ઑફ બાયોલૉજિકલ સાયન્સીઝ ખાતે વિકસિત
ટેસ્ટ કિટનું પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજી (NIV) ખાતે પરીક્ષણ ચાલી રહ્યું છે.

આ રીતે યુનિવર્સિટીના, સરકારી સંસ્થાઓ અને ખાનગી કંપનીના એન્જિનિયર્સે COVID-19 રોગચાળાને કારણે ઊભા થયેલા પડકારને ઊપાડી લીધો છે અને તેના માટે વિવિધ શોધ અને સંશોધન હજી પણ ચાલી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.