ETV Bharat / bharat

છત્તીસગઢમાં કરંટ લાગવાથી હાથીનું મોત, એક મહિનામાં 6 હાથીના મોત - forests of Dhamtari

રાયગઢના ધરમજયગઢ વનવિભાગના ગેરસા ગામમાં કરંટ લાગવાથી એક હાથીનું મોત નીપજ્યું હતું. છત્તીસગઢમાં એક મહિનામાં 6 હાથીઓના મોત થયા છે. હાથીઓના મોત વન વિભાગ માટે ચિંતાનો વિષય બની ગયો છે.

Elephant calf found dead in Chhattisgarh
કરંટ લાગવાથી હાથીનું મોત, એક મહિનામાં 6 હાથીના મોત
author img

By

Published : Jun 16, 2020, 4:14 PM IST

છત્તીસગઢઃ રાજ્યના ધરમજયગઢ વનવિભાગના ગેરસા ગામ ખાતે સવારે 5 વાગ્યે કરંટ લાગવાથી એક હાથીનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ વીજળી જોડાણ માટે વાયર ગેરકાયદેસર રીતે લેવામાં આવ્યો હતો. આ વાયરના સંપર્કમાં આવવાથી હાથીનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે.

વનવિભાગે આ કેસમાં FIR નોંધી છે. પકડાયેલા આરોપીઓનાં નામ ભાદો રામ રાઠીયા અને બલસિંહ છે. પોલીસ અને વનવિભાગને શંકા છે કે, તેમણે ગેરકાયદેસર વીજળીના કેબલ્સ લગાવ્યા છે.

છત્તીસગઢમાં એક મહિનામાં જ 6 હાથીઓના મોત થયા છે. સતત હાથીઓના મોત વનવિભાગ માટે ચિંતાનો વિષય બની ગયો છે. સુરજપુરની પ્રતાપપુર ફોરેસ્ટ રેન્જમાં એક મહિનાની અંદર ચાર હાથણીઓની લાશ મળી આવી છે. આમાંથી એક હાથણી ગણેશપુરમાં પહોંચેલા હાથીઓના સમૂહનો સભ્ય હતી. આ પહેલા આ સમૂહના 2 હાથીઓની લાશ મળી આવી હતી. બંને હાથીઓની લાશ ત્યાં મળી આવી છે, જ્યાં થોડા વર્ષો પહેલા વનવિભાગે હાથીઓ માટે તળાવ બનાવ્યું હતું. જંગલમાંથી હાથીઓ અહીં પાણી પીવા આવે છે.

પ્રતાપપુર ફોરેસ્ટ રેન્જમાં 9 અને 10 જૂનના રોજ હાથીઓની લાશ મળી આવી હતી. કનકનગર નજીક હાથીઓના મૃતદેહ મળી આવ્યા હતા. બંને બનાવ અંગે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગ હાથીઓની સલામતીને લઇને ચિંતિત છે. છેલ્લા 20 દિવસમાં પ્રતાપપુર વનવિભાગમાં 3 હાથીઓનાં મોત નીપજ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.