ચૂંટણી પંચે કિરણ ખેરને 24 કલાકમાં જવાબ આપવા જણાવ્યું છે.
3 મેના રોજ ફટકારેલી નોટિસમાં કહેવાયું છે કે, તમે ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તમારી સમર્થનમાં બાળકો પ્રચાર કરી રહ્યા છે.
આ નોટિસમાં એવો પણ સાથે સાથે ઉલ્લેખ કરાયો છે કે, બાળ સંરક્ષણ આયોગે જાન્યુઆરી 2017માં સ્પષ્ટ કર્યું છે કે, રાજકીય પાર્ટીઓ તરફથી કોઈ પણ પ્રકારની ગતિવિધીઓમાં બાળકોને સામેલ કરવા નહીં.
ચંડીગઢમાં લોકસભા ચૂંટણી માટે 19 મેના રોજ મતદાન થવાનું છે.