નવી દિલ્હી: દિલ્હીમાં જામા મસ્જિદના શાહી ઇમામ અહેમદ બુખારી અને ફતેપુરી મસ્જિદના શાહી ઇમામ મુફ્તિ મુકરમે જાહેરાત કરી હતી કે, દેશભરમાં ક્યાંય પણ ચાંદ દેખાયો નથી, તેથી ઈદ ઉલ ફિત્રની ઉજવણી હવે સોમવારે કરવામાં આવશે.
![ચાંદ નહીં દેખાતા હવે ઈદ ઉલ ફિત્રની ઉજવણી સોમવારે કરાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/del-wed-01-newdelhieidkinimajmondy-vis-dlc10007_23052020220454_2305f_1590251694_604.jpg)
કોરોના વાઈરસ અને લોકડાઉનને કારણે શાહી ઇમામે લોકોને ખૂબ જ સરળતા સાથે ઘરોમાં રહીને ઈદની ઉજવણી કરવાની અપીલ કરી હતી. ઘરે નમાઝ પણ પઢવી. કારણ કે, લોકડાઉનમાં સામાન્ય લોકોને મસ્જિદોમાં જવાની મનાઈ છે.