જણાવી દઇએ કે ચૂંટણી કમિશ્નર અશોક લવાસાની અસહમતિની નોટ વડાપ્રધાન નરેંન્દ્ર મોદીના ચૂંટણી ભાષણ સાથે સંકળાયેલી છે. લોકસભા ચૂંટણી દરમિયાન PM નરેંન્દ્ર મોદીના ભાષણોમાં આચાર સંહિતા ભંગનો આરોપ લાગ્યો હતો.
જેના પર ચૂંટણી કમિશને કહ્યું કે તેને એવી કોઇ પણ માહિતી ન આપવાની છૂટ મળી છે, જેનાથી કોઇ વ્યક્તિના જીવન અને શારીરિક સુરક્ષા પર ખતરો ઉભો થઇ શકે છે.
લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેંન્દ્ર મોદી પર આચારસંહિતાનો ભંગ કરવાના આક્ષેપો લાગ્યા હતા. પરંતુ, ચૂંટણી કમિશને મોદી પર લાગેલા આરોપ પર ક્લીન ચીટ આપી હતી. જેના પર ચૂંટણી કમિશ્નર અશોક લવાસાએ અસહમતિ દાખવી હતી.