આપને જણાવી દઈએ કે, સાધ્વીએ દિવંગત આઈપીએસ અધિકારી વિરુદ્ધ પોતાના નિવેદનને લઈ માફી પણ માંગી છે. જો કે, ચૂંટણી પંચે તેમ છતા આ નિવેદનને અયોગ્ય માન્યું છે.
પ્રજ્ઞા સિંહનો આરોપ હતો કે, ATS પ્રમુખ કરકરે માલેગાવ વિસ્ફોટ મામલાની તપાસ દરમિયાન સાધ્વીને ખૂબ પ્રતાડિત કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, 26/11 આતંકી હુમલામાં કરકરેની મોત તેમના શ્રાપને કારણે થયું છે.