નવી દિલ્હી: રાજધાનીમાં શીખ ગુરુદ્વારા બંધક સમિતિના અધ્યક્ષ મનજિંદરસિંહ સિરસાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સમિતિ દ્વારા કુલ 12 એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. આ સાથે એક હેલ્પલાઈન નંબર પણ આપવામાં આવશે, જેની મદદથી લોકો એમ્બ્યુલન્સ સેવા મેળવી શકશે. ઉપરાંત, આ સેવા લેવા માટે ગુરુદ્વારા સમિતિના સભ્યોનો પણ સંપર્ક કરી શકાય છે.
સિરસાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેની સંખ્યા ઓછી છે. પરંતુ આગામી દિવસોમાં જરૂરિયાત પ્રમાણે તેમાં વધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ગુરુ હરકિશન સાહેબના પ્રકાશ પર્વ પર આ સેવા શરૂ કરવામાં આવી રહી છે. તેનો એકમાત્ર હેતુ લોકોની સેવા કરવાનો છે.
કોરોના મહામારી વચ્ચે દિલ્હીમાં DSGMC દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઇ
રાજધાની દિલ્હીમાં એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ જુદી જુદી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ લોકોને મદદ કરવા આગળ આવી રહી છે. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ આ સમયગાળા દરમિયાન જરૂરીયાતમંદો માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. સમિતિનું કહેવું છે કે, આ એમ્બ્યુલન્સને દિલ્હીના તમામ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે અને જરૂરિયાતમંદ લોકોને તેની નિ:શુલ્ક સેવા મળશે.