ઉત્તરપ્રદેશ: લખનઉમાં CBI કોર્ટમાં બાબરી મસ્જિદ વિવાદ મામલે સતત સુનાવણીઓ હાથ ધરી આરોપીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. ત્યારે મંગળવારે ડૉ. રામવિલાસ વેદાંતીનું નિવેદન લેવામાં આવ્યું હતું.
આ કેસ મામલે 4 જૂને મથુરામાં રહેતા વિજય બહાદુરનું નિવેદન લેવામાં આવ્યું હતું, 5 જૂને આ મામલે આરોપી ગાંધી યાદવનું તેમજ 6 જૂને કાનપુરમાં રહેતા પ્રકાશ શર્માનુ નિવેદન લેવાયું હતું.
સમગ્ર પ્રકરણમાં કુલ 49 આરોપીઓ હતા જેમાંથી 17ના મોત થઈ ચૂક્યા છે, હવે 32 લોકો બચ્યા છે. જેમનું વારાફરતી નિવેદન લેવામાં આવશે.
હજુ આ કેસમાં સંડોવાયેલા મોટા માથા જેમ કે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી ના પણ નિવેદન લેવાના બાકી છે. જે કોર્ટની કાર્યવાહી મુજબ લેવામાં આવશે.